<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

તારી સવાર નહિ પડવા દઉં...ગાંધીગ્રામ લક્ષ્મીછાયા સોસાયટીમાં શિક્ષક નિખીલ વાળાને બનેવીની ધમકી

રિસામણે આવેલા બહેન બાબતે બનેવી, બહેનના સસરા, કાકાજી સહિતના સમાધાનની વાત કરવા આવ્‍યા હોઇ ત્‍યારે ઉશ્‍કેરાઇ ગયાઃ ત્રણેય વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: ગાંધીગ્રામ લક્ષ્મીછાયા સોસાયટીમાં રહેતાં શિક્ષક યુવાનના બહેન રિસામણે આવ્‍યા હોઇ બનેવી, બહેનના સસરા, કાકાજી સહિતના સમાધાનની વાત કરવા આવ્‍યા બાદ આ ત્રણેયએ વાતચીત વખતે ઉશ્‍કેરાઇ જઇ ગાળો દઇ બનેવીએ તારી તો સવાર નહિ પડવા દઉ, મારી નાંખીશ તેમ કહી ધમકી આપતાં અને બહેનના સસરાએ પણ બધાને જોઇ લેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોક લક્ષ્મીછાયા સોસાયટી-૧માં રહેતાં અને ત્રંબાની રાધિકા સ્‍કૂલ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતાં નિખીલ ચંદ્રકાંતભાઇ વાળા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ચેતન ભૂપતભાઇ ચોૈહાણ, મનોજ ચોૈહાણ અને ભૂપતભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નિખીલ વાળાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે ત્રણ બહેનો છે. મોટા બહેન સોનલબેન, તેનાથી નાના દિવ્‍યાબેન અને તેનાથી નાના સંધ્‍યાબેન છે. હું સોૈથી નાનો છું. મારા બહેન સંધ્‍યાબેનના લગ્ન ૨૦૧૯માં ચેતન ચોૈહાણ (રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ ડી-૨૦૪, રેલનગર) સાથે થયા છે. સંધ્‍યાબેન હાલ દસેક દિવસથી અમારા ઘરે રિસામણે આવ્‍યા છે. બુધવારે રાતે સવા દસેક વાગ્‍યે મારા બનેવી ચેતન ચોૈહાણ, બહેનના સસરા ભૂપતભાઇ ચોૈહાણ, કાકાજી દિપકભાઇ ચોૈહાણ, બીજા કાકાજી મનોજભાઇ ચોૈહાણ, નણદોયા જયદિપકભાઇ સહિતના અમારા ઘરે આવ્‍યા હતાં.

મારા બહેન રિસામણે આવ્‍યા હોઇ તેના સમાધાનની વાત માટે આ લોકો આવ્‍યા હોઇ અમારા ઘર પાસે આવેલા ખાલી પ્‍લોટમાં અમે બેઠા હતાં. આ વખતે હું, મારા માતા-પિતા, મામા દિલીપભાઇ ઝાલા, હર્ષભાદઇ ાઝાલ, કાકા જેન્‍તીભાઇ વાળા સહિતના પણ હાજર હતાં. આ વખતે મારા બનેવી ચેતન ચોૈહાણે વાતચીતમાં ઉશ્‍કેરાઇ જઇ મને ગાળો દઇ ‘સવાર નહિ પડવા દઉ તને તો મારી જ નાંખીશ' કહી ધમકી દીધી હતી. તેમજ બહેનના કાકાજી મનોજભાઇએ પણ મને ગાળો દીધી હતી અને સસરા ભૂપતભાઇએ પણ જોઇ લેવાની ધમકી આપી હતી. જેથી મેં પોલીસને ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં નિખીલે કહેતાં ગાંધીગ્રામના પીએસઆઇ ટી. ડી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:50 PM IST)