News of Thursday, 22nd May 2025
કાલે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૯માં સ્થાપના દિવસની ઉજવણી
૨૫ વર્ષ સુધી સેવા બજાવનાર શેૈક્ષણીક- બિનશૈક્ષણીક કર્મચારીનું બહુમાન

રાજકોટ, તા.૨૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ ૫૯ મા સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે એક નૂતન વિચાર મુર્તિમંત કર્યો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવાનો પ્રકલ્પ શરૂ કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૯ મા સ્થાપના દિવસે કુલપતિ ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે ૧૧:૩૦ કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરૂશ્રી અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે
કાર્યક્રમમાં રાજકોટના રામકળષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની પ્રેરક ઉપસ્થિત રહેશ.ે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ કુલપતિશ્રીઓ કમલેશભાઈ જોષીપુરા તથા પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ૨૩-૦૫-૧૯૬૭ ના રોજ થઈ અને પ્રથમ કુલગુરુશ્રી તરીકે શિક્ષણવિદ્ ડૉ. ડૉલરરાય માંકડ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક યાત્રાની શરુઆત થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૯ મા સ્થાપના દિવસની ઉજવણી તા. ૨૩-૦૫-૨૦૨૫ ના રોજ વિશેષ રીતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, કુલસચિવ ડૉ. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામકડૉ. મનીષભાઈ શાહ, એક્ઝીકયુટીવ કાઉન્સીલ ના સભ્યશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
(3:47 PM IST)










