News of Thursday, 22nd May 2025
મનપાની ટીપી શાખાની લાલ આંખ : ૩ ગેરકાયદે બાંધકામો અટકાવાયાઃ સીલ
એકજાન નગર, જંકશન પ્લોટ તથા સોની બજાર વિસ્તારમાં કાર્યવાહી

રાજકોટ, તા., ૨૨ : શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને વારંવાર નોટીસ આપવા છતા મિલ્કતધારક દ્વારા કોઇ પગલા ન લેવાતા મનપા દ્વારા આજે ૩ મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટના વોર્ડ નં. ર ના એકજાનગર, વોર્ડ નં. ૩ ના અમરનાથ એપાર્ટમેન્ટ, જંકશન પ્લોટ તથા વોર્ડ નં. ૭ ના ગુજરીબજાર, સોનીબજાર ચોક ખાતે આવેલ મિલ્કતોને તંત્ર દ્વારા તાળા મારી દેવામાં આવતા અન્ય ગેરકાયદે બાંધકામધારકોમાં સોંપો પડી ગયો છે.
મનપા દ્વારા અગાઉ આ મિલ્કતધારકોને ગેરકાયદે બાંધકામ દુર કરવા નોટીસ ફટકારવામાં આવી હતી. જેના અનુસંધાને આજે આ મિલ્કતોને ટીપી શાખા દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે.
(4:00 PM IST)










