News of Thursday, 22nd May 2025
છેતરપીંડીના અલગ-અલગ ત્રણ ગુનામાં ૧૩ વર્ષથી ફરાર દંપતિ વડોદરાથી ઝડપાયું
પેરોલ ફરલો સ્કવોડના બી.આઇ. પી.એમ. ઝણકાટ તથા ટીમની કામગીરી : રાજેશ ઉર્ફે રજનીશ અને તેની પત્ની સુધા ઉર્ફે સ્નેહા બેંક લોન મેળવી છેતરપીંડીના પાંચ ગુનામાં સામેલ

રાજકોટ તા.૨૨: શહેરના અલગ-અલગ વિસ્તારમાં બેંકમાં ખોટા દસ્તાવેજો રજુ કરી લોન મેળવી છેતરપીંડી આચરવાના પાંચ ગુનામાં ફરાર દંપતીને પેરોલ ફરલો સ્કવોડે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ ર્વિસ્તારમાં આવેલી બેંકમાં નકલી દસ્તાવેજો રજુ કરી લોન મેળવી છેતરપીંડી આચરનાર દંપતી રાજેશ ઉર્ફે રજનીશ ખોડા અને તેની પત્ની સુધા ઉર્ફે સ્નેહા ખોડા વિરૂધ્ધ અગાઉ એ-ડીવીઝન, ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બદ આ ગુનામાં બંને ફરાર થઇ ગયા હતા. દરમ્યાન પેરોલ જમ્પ તથા નાસતા કરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા એ સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પી.આઇ. બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ ફરલો સ્કવોડની ટીમે છેતરપીંડીના ગુનામાં સામેલ દંપતીને પકડી પાડવા માટે ટેકનીકલ એનાલીસીસના આધારેદંપતી વડોદરામાં હોવાની માહિતી મળતા આરોપી રાજેશ ઉર્ફે રજનીશ કિશનભાઇ ઉર્ફે કૃષ્ણાકાંત ભાઇ ખોડા/ ઠક્કર (ઉ.વ. ૫૪) અને તેની સુધા ઉર્ફે સ્નેહ (રહે. બન્ને વડોદરાના ઓશીયા મોલ પાછળ ગુણાતીત રેસીડેન્સી ફલેટ નં. એ-પ૦ર) ને વડોદરાથી ઝડપી લીધા હતા. આ બન્ને છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા હતા.
આ કામગીરી પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટ, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. શાંમતભાઇ ગઢવી, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ભુમીબેન ઠાકર, કોન્સ દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
(4:13 PM IST)










