News of Thursday, 22nd May 2025
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સંપૂર્ણપણે સજ્જ
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું ઃઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપ્લબ્ધ છે ઉપરાંત કોરોનાના દર્દી માટેની જરૃરી દવાઓ તથા પીપીઈ કીટ સહિતની વસ્તુઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મેળવી લીધો

રાજકોટ,તા.૨૨
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ બની ગયું છે. અમદાવાદમાં ગઈકાલે જ ૭ જેટલા કેસ નોંધાયા હતા. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લીધા છે. હોસ્પિટલમાં ૨૦ બેડનો આઈસોલેશન વોર્ડ તાત્કાલિક શરૃ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદમાં ગઈકાલે કોરોનાના ૭ કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આગમચેતીના ભાગરૃપે અમે ૨૦ બેડનો વોર્ડ તૈયાર રાખ્યો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપ્લબ્ધ છે. ઉપરાંત કોરોનાના દર્દી માટેની જરૃરી દવાઓ તથા પીપીઈ કીટ સહિતની વસ્તુઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મેળવી લીધો છે.
અત્યારે જે રીતે કોરોનાની પરિસ્થિતિ છે. તેને જોતા કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર લાગતી નથી. જો દર્દીને વધારે પડતા લક્ષણો જણાય અને તે ગંભીર હાલતમાં હોય તો જ તેને દાખલ કરવાની જરૃર પડે છે. અન્યથા શરદી-ખાંસી જેવા લક્ષણો હોય તો દર્દી જાતે પોતાના ઘરે હોમ આઈસોલેશનમાં રહી શકે છે. અમારી પાસે પણ એટલી સગવડ છે, કે જો દર્દી ઘરે આઈસોલેટ ન રહી શકતો હોય તો એને હોસ્પિટલમાં રાખી શકીએ છીએ. અમારી પાસે બીજા ૩ વોર્ડ છે. જેમાં ૨૦૦ બેડ છે. આમ તાત્કાલીક ધોરણે સુવિધા વધારવી પડે એના માટે પણ અમે તૈયાર છીએ.
અત્યારે દર્દીઓમાં સામાન્ય રીતે શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને સીઝનલ ફ્લુ કહી શકાય તેમ છે.
ફરી એકવાર કોરોનાએ દેખા દીધી છે, તેનાથી કોઈએ ગભરાવાની જરૃર નથી. કોરોના આપણા માટે કઈ નવો નથી. પરંતુ સામાન્ય રીતે આપણને જે રીતે શરદી-ઉધરસ થાય તો ઘરમાં આઈસોલેટ રહેવું જોઈએ. જેથી ઘરના બીજા સભ્યોને તમારો ચેપ ન લાગે અને આપણે સરળતાથી તેનાથી બચી શકીએ.
(9:47 PM IST)










