તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 23rd May 2025
ગાંધીગ્રામના રાહુલને ચાલુ બસે ધક્કો દેવાતાં માથામાં ઇજા
ભૂતખાના ચોકમાં ક્લીનરે જલ્દી ઉતરો કહી ડખ્ખો કર્યો : બાબરાથી માતા સાથે રાજકોટ આવતો હતો ત્યારે બનાવઃ બસના દરવાજામાં અથડાયો

રાજકોટ તા. ૨૩: ગાંધીગ્રામમાં રહેતો અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો રાહુલ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) નામનો યુવાન તેના માતા અરૂણાબેન સાથે વતન બાબરા ગયો હોઇ ગત રાતે સાડા અગિયારેક વાગ્યે બાબરાથી ખાનગી બસમાં બેસી માતા સાથે પરત રાજકોટ આવ્યો ત્યારે ભૂતખાના ચોક પાસે ચાલુ બસમાં ધક્કો મારવામાં આવતાં માથું બારણામાં અથડાતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરી હતી. રાહુલના કહેવા મુજબ ભુતખાના ચોક પાસે બસ ઉભી રહી ત્યારે પોતે અને માતા ઉતરવા માટે ઉભા થતાં ક્લીનરે જલ્દી ઉતરો તેમ કહી ડખ્ખો કરી ધક્કો દેતાં પોતાનેઇજા થઇ હતી.
(1:47 PM IST)










