<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

તોફાની પવન-વરસાદે રાજકોટનાં ર૦થી વધુ ફીડરોમાં ફોલ્‍ડ સર્જી દિધોઃ હજારો ઘરોમાં મોડી રાત સુધી લાઇટો ગૂલ

સૌરાષ્‍ટ્રમાં ૧પ૦ તો રાજકોટમાં ૧૬૦થી વધુ ફરિયાદો નોંધાઇ વીજ તાર તૂટેલા-જમ્‍પરો ઉડયા ટ્રાન્‍સફોર્મરમાં પણ ખોટકા સજાર્યા

રાજકોટ, તા. ર૩: રાજકોટ શહેર અને સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળે તોફાની પવન-વરસાદને કારણે વૃક્ષોનો લાથ બોલી જતા વીજ તારો તુટતા હજારો ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો, વીજ ટીમોને ભારે દોડધામ થઇ હતી.

ગઈ કાલે સાંજે સૌરાષ્‍ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને કારણે વળક્ષો પડી જવાને કારણે, ડાળીઓ વીજ તાર પર પડવાને કારણે અને અમુક જગ્‍યાએ પોલ નમી જવાને કારણે પીજીવીસીએલ ના કસ્‍ટમર કેર સેન્‍ટરમાં સૌરાષ્‍ટ્ર- કચ્‍છની વીજ વિક્ષેપ અંગેની કુલ ૧૪૯ ફરિયાદો નોંધાયેલ જ્‍યારે રાજકોટ શહેરમાં ૧૫૬ ફરિયાદો નોંધાયેલ.

વીજ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતુ કે, રાજકોટ એચ. ટી. ૧ સબ ડિવિઝન હેઠળ સપના, મોરબી રોડ, જય જવાન, કનક રોડ, રામેશ્વર, વિરાણી અને એટલાસ ફીડર, એચ.ટી. ૨ સબ ડિવિઝન હેઠળ એસઆરપી,  નિર્મલા, મહાવીર અને જાગનાથ ફીડર તથા  એચ.ટી. ૩ સબ ડિવિઝન હેઠળ અર્જુન, સોમેશ્વર, ભવનાથ, રાધિકા, હરિદર્શન, રાણી પાર્ક, વિશ્વેશ્વર, અમળત, યુવરાજ પાર્કના ફીડરો ઉડયા હતા, જેના કારણે હજારો ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો, રાત્રે ૧ર વાગ્‍યા સુધી લાઇટો ગુલ થઇ હતી. પરીણામે પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા ફિલ્‍ડ પર મોડી રાત સુધી હાજર રહી તાત્‍કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવાની કામગીરી હાથ ધરેલ હતી, રાત્રે  ૧ર વાગ્‍યે સમગ્ર રાજકોટમાં વીજ પુરવઠો યથાવત થયો હતો

(2:12 PM IST)