<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

વેજ- નોનવેજ ૩૫ કિલો અખાદ્ય ખોરાક તથા ૧૩ લીટર લચ્‍છી -સરબતનો નાશ

મનપા દ્વારા ભોમેશ્વર વિસ્‍તાર, એરપોર્ટ રોડ, ભગવતીપરા મેઇન રોડ તથા મવડી વિસ્‍તારોમાં દરોડા : બાલાજી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, સીમરન દી બલ્લે બલ્લે રેસ્‍ટોરન્‍ટ, ગોશીયા કેટરર્સ તથા મિલન ખમણમાંથી વાસી જથ્‍થો મળ્‍યોઃ ૮ ને લાઇસન્‍સ અંગે સૂચનાઃ આઇસ્‍ક્રીમના ૬ નમુના લેવાયાઃ ફુડ શાખા ત્રાટકી

રાજકોટઃ તા.૨૩: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો-વિક્રેતાઓને ત્‍યાં ચેકીંગની કાર્યવાહી અંતર્ગત ભોમેશ્વર વિસ્‍તાર, એરપોર્ટ રોડ, ભગવતીપરા મેઇન રોડ, મવડી ખાતેથી વાસી લચ્‍છી-પાઇનેપલ શરબતનો ૧૬ લીટર, અખાદ્ય મંચુરીયન, બાંધેલો લોટ, સબ્‍જીનો ૨૩ કિલો, નોનવેજ પ્રિપેર્ડ ફુડ ૭ કિલો તથા પડતર રાંધેલા પાત્રા તથા મરચાના ૫ કિલો જથ્‍થોનો નાશ કરાયો હતો. જયારે પુષ્‍કરધામ  રોડ થી આકાશવાણી ચોક સુધી ૩૮ ખાણી પીણીના ધંધાર્થીઓની ચકાસણી કરી ૮ ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત ચોકલેટ ચીપ્‍સ આઇસ્‍ક્રીમ, લેમન ગ્રાસ આઇસ્‍ક્રીમ, રેડ વેલ્‍વેટ આઇસ્‍ક્રીમ,માવા મલાઇ કેન્‍ડી, વેનીલા આઇસ્‍ક્રીમ તથા જોઇટી આઇસ્‍ક્રીમ પંજાબી કુલ્‍ફીના નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભોમેશ્વર મેઇન રોડ, ભોમેશ્વર મંદિર સામે આવેલ ૅબાલાજી પાન ્રૂ કોલ્‍ડ્રિંક્‍સૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી લચ્‍છીની બોટલ (૨૦૦ ml) તથા પાઈનેપલ સરબત (૨૦૦ ml) મળીને કુલ ૧૬ લિટર(૮૦ નંગ બોટલ) અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન એરપોર્ટ રોડ, મુકામે આવેલ ૅસીમરન દી બલ્લે બલ્લે રેસ્‍ટોરેન્‍ટૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન, બાંધેલો લોટ તથા સબ્‍જી વગેરે મળીને કુલ ૨૩ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા મેઇન રોડ મુકામે આવેલ ૅગોશિયા કેટરર્સૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ અંદાજીત કુલ ૦૭ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

  સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ખોડલ ચોક, નંદનવન -૩ સામે, મવડી મુકામે આવેલ ૅમિલન ખમણૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ રાંધેલા પાત્રા તથા કાપેલા મરચાં પડતર વાસી થયેલ મળી આવતા કુલ મળીને ૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અક્ષર માર્ગ, ઇન્‍ફીનિયમ એવન્‍યુ મુકામે આવેલ ૅસરાઝા કાફેૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, કોસ્‍મોપ્‍લેક્ષની સામે  મુકામે આવેલ ૅસરાઝા રેસ્‍ટોરેન્‍ટ ્રૂ બેન્‍કવેટૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પુષ્‍કરધામ રોડ થી આકાશવાણી ચોક -યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

 જેમાં મહાદેવ એન્‍ટરપ્રાઇઝ , રિયલ સોડા શોપ, ઉમા કોલ્‍ડ્રિંક્‍સ, (૦૪)ક્રિષ્‍ના પાણીપુરી,શ્‍યામ સુંદર પાઉંભાજી,  જોગમાયા ટી સ્‍ટોલ, (૦૭)રવિ મદ્રાસ કાફે, (૦૮)બિપિન રેસ્‍ટોરન્‍ટને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

આઇસ્‍ક્રીમના ૬ નમૂના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ જેમાં ચોકલેટ ચીપ્‍સ આઇસ્‍ક્રીમ (લુઝ): આશુતોષ કોઠી આઇસ્‍ક્રીમ, બેકબોન રેસિડેન્‍સી, શિવ રંજની પાર્ક, માધાપર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, લેમન ગ્રાસ આઇસ્‍ક્રીમ (લુઝ): સ્‍થળ- આશુતોષ કોઠી આઇસ્‍ક્રીમ, બેકબોન રેસિડેન્‍સી, શિવ રંજની પાર્ક, માધાપર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ રેડ વેલ્‍વેટ આઇસ્‍ક્રીમ (લુઝ): સ્‍થળ- ફેવરીટ આઇસ્‍ક્રીમ, ૧-ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ, માવા મલાઈ કેન્‍ડી (લુઝ): સ્‍થળ- ફેવરીટ આઇસ્‍ક્રીમ, ૧-ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ, રાજકોટ.વેનીલા ફ્‌લેવર્ડ આઇસ્‍ક્રીમ (લુઝ):  સર્યુ મિલ્‍ક પ્રોડકટ્‍સ (ઉત્‍પાદક પેઢી), ગેલેક્‍સી પાર્ક-૨, કિંગ્‍સ ક્રાફ્‌ટ્‍સ હોટલ પાસે, કાલાવડ રોડ, મોટા મવા, JOETY ICECREAM PUNJABI KULFI (FROM 10ML PKD) : સર્યુ મિલ્‍ક પ્રોડકટ્‍સ (ઉત્‍પાદક પેઢી), ગેલેક્‍સી પાર્ક -૨, કિંગ્‍સ ક્રાફ્‌ટ્‍સ હોટલ પાસે, કાલાવડ રોડ, મોટા મવા ખાતેથી નમૂના લેવામાં આવ્‍યા હતા.

(3:22 PM IST)