<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

૭.૪ર લાખના રો-મટીરીયલની ચોરી કરનાર તસ્‍કર ટોળકીને મેટોડા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધી

ચોરાઉ માલ ખરીદનાર રાજકોટના વેપારી સુરેશ અકબરી તથા મદદગારી કરનાર ઉપેન્‍દ્રની ધરપકડઃ પી.આઇ. શર્મા તથા ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી તમામ ચોરાઉ માલ કબ્‍જે કર્યો

 

રાજકોટ, તા. ર૩: મેટોડા જીઆઇડીસીના કારખાનામાંથી ૭.૪ર લાખના રો-મટીરીયલની ચોરી નો મેટોડા જીઆઇડીસી પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરી કરનાર તસ્‍કર ગેંગ અને ચોરાઉ માલ ખરીદનાર રાજકોટના વેપારીને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મેટોડા જી.આઇ.ડી.સી.ગેઇટ નં. ૩ માં આવેલ સુમો પોલી પ્‍લાસ્‍ટર પ્રા. લી. કંપનીના કારખાનામાથી પાઇપ ફીટીંગનું રો-મટીરીયલ્‍સની અલગ અલગ ર૩-બેગીઓ કિ. રૂા. ૭,૪ર,૪૪૦ ના રો-મટીરીયલ્‍સની ચોરી કરી ગયાની ફરીયાદ થતા પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્‍યએ આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ગોંડલ વિભાગના સુપરવિજન તથા મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્‍ટે.ના પો. ઇન્‍સ. એચ.એચ. શર્મા ની હારબરી હેઠળ પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્‍હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં મેટોડા જીઆઇડીસી પોલીસે ચોરી કરનાર (૧) યશ્વીન ખીમજીભાઇ ઝાલા - ધંધો -મજુરી, રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ અંજલી પાર્ક, (ર) ગોપાલ હીરાભાઇ ચૌહાણ, ર૩ ધંધો ડ્રાઇવીંગ રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ નીલકમલ પાર્ક (૩) રામ માનસીની મીશ્રા, ધંધો- મજુરી રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧, નીલમલ પાર્ક, (૪) દેવીદાસ જીણારામ રામદેપોત્રા- ધંધો -રીક્ષા ડ્રાઇવીંગ રહે. હરીપર પાળ, નીરાલી રેસ્‍ટોરન્‍ટ પાસે, (૫) ધમેન્‍દ્ર ભીખાભાઇ રાઠોડ, ધંધો-મજુરી રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ નીલકમલ પાર્ક (૬) પૃથ્‍વી મહેશભાઇ ચોૈહાણ, ધંધો-મજુરી રહે. વિરડા વાજડી, નીરાલી પાર્ટી પ્‍લોટની પાછળ ઉમીયા સોસાયટી  તથા ચોરાઉ માલ વેચવામાં મદદગીરી કરનાર (૭) ઉપેન્‍દ્ર મહેન્‍દ્રભાઇ ગણાત્રા, ઉ.વ.૪૨ ધ઼ધો-વેપાર રહે. નવલનગર શેરી નં. ૩ નો છેડો. ખોડીયાર મંડપ સર્વીસની બાજુમાં રાજકોટ અને ચોરાઉ માલ ખરીદનાર(૮) સુરેશભાઇ ઉકાભાઇ અકબરી, ઉ.વ. ૫૫ ધંધો-વેપાર પીત્તળની ભઠ્ઠી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, આસ્‍થા રેસીડેન્‍સી પાસે, ગુંજન ટાઉનશીપ-બી બ્‍લોક નં. ૬૭, રાજકોટની ધરપકડ કરાઇ હતી.

 આરોપીઓના બંધ કારખાનાના શટરના તથા બારીના તાળા તોડી ગૃહ અપપ્રવેશ કરી ઘોરફોડ  ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.  આરોપી સુરેશ ઉકાભાઇ નાઓએ ગુન્‍હાનો મુદામાલ ખરીદ કરી પોતાની ગુરૂકૃપા મેટલ કાસ્‍ટ નામની ભઠ્ઠીમાં, ઓગાળી ઢાળીયા કરી નાખેલ હોય જે ગુરૂકૃપા મેટલ કાસ્‍ટ ખાતે થી પીતળના ઢાળીયા કિંમત રૂા. ૭,૪૨, ૪૪૦/- તથા ગુન્‍હામાં વપરાયેલ ઓટો રીક્ષા કિ. રૂા. ૧,૦૦,૦૦૦/- કુલ કિ. રૂા. ૮, ૪૨, ૪૪૦/- કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ તસ્‍કર ગેંગના ગોપાલ હીરાભાઇ ચોૈહાણ સામે દારૂ, અને ચોરી સહિતના ખાંભા, ચોટીલા, તથા શાપર-વેરાવળમાં ગુન્‍હા નોંધાયા છે.

આ કાર્યવાહી મેટોડા જી.આઇ.ડીસી. પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર એસ.એચ.શર્મા પો.સબ. ઇન્‍સ. એન. બી. ઝાલા એ.એસ.આઇ. મયુરસિંહ અનિરૂધ્‍ધસિંહ પો. હેડ. કોન્‍સ.યોગી રાજસિંહ, અજયસિંહ, હરેશભાઇ કરશનભાઇ, જીમતભાઇ આંબાભાઇ, ઉપેન્‍દ્રસિંહ જીતુભા, કૃપાલભાઇ દેવુભાઇ પો. કોન્‍સ. રવુભાઇ ટપુભાઇ લક્કીરાજસિંહ બાબુભા, શકિતસિંહ પ્રહલાદસિંહ તથા સુભાષભાઇ સહિતનાએ કરી હતી.(૬.૧૬)

(3:31 PM IST)