<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

નવાગામમાં આવેલ ભવાની એન્‍ટરપ્રાઈઝની ૪ કરોડ ૪૬ લાખની બેંક બાકી પ્રશ્‍ને મીલ્‍કતનો કબ્‍જો લેતા મામલતદાર

કરૂર વૈશ્‍ય બેંક દ્વારા કલેકટરને કરાયેલ અરજી બાદ કાર્યવાહીઃ સીલ મારી કબ્‍જો સોંપી દેવાયો

રાજકોટ,તા.૨૪: રાજકોટમાં કરુર વૈશ્‍ય બેંક દ્વારા ભવાની એન્‍ટરપ્રાઇઝ, આણંદપર નવાગામની એક મિલકતનો કબ્‍જો સિકયોરિટાઇઝેશન એન્‍ડ રીકન્‍સ્‍ટ્રક્‍શન ઓફ ફાઇનાન્‍સિયલ એસેટ્‍સ એન્‍ડ એન્‍ફોર્સમેન્‍ટ ઓફ સિકયોરિટી ઇન્‍ટરેસ્‍ટ એક્‍ટ-૨૦૦૨ હેઠળ લેવામાં આવ્‍યો હતો. બેંક દ્વારા આ કાર્યવાહી રૂ. ૪,૪૬,૯૯,૯૮૧.૦૮/ (કરોડ છેતાલીસ લાખ નેવું હજાર નવસો એકયાસી રૂપિયા અને આઠ પૈસા) અને ત્‍યારબાદના ચડત વ્‍યાજની વસૂલાત માટે કરવામાં આવી છે, જે ૩૧/૦૫/૨૦૧૯ સુધી બાકી હતા, તેમ મામલતદાર કચેરીના સૂત્રોએ ઉમેરર્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કલેક્‍ટર પ્રભવ જોષી દ્વારા ધી સિકયુરિટાઈઝેશન એક્‍ટ તળે સિકયોર્ડ એસેટનો કબજો લેવા બાબતનો હુકમ ક્રમાંક જે-એક્‍સ-સિકયુ. એક્‍ટ-કેસ નં. ૪૩૯/૨૦૧૯, તારીખ ૨૭/૧૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્‍યો હતો. આ હુકમના આધારે, ગઈકાલે સીલ, મામલતદાર કે.એચ. મકવાણા, મામલતદાર, રાજકોટ (તાલુકો) અને ડી.એમ. વઘાસિયા, સર્કલ ઓફિસર દ્વારા મિલકતનો કાયદેસર કબજો લેવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ આ કબજો કરુર વૈશ્‍ય બેંકના અધિકળત અધિકારીને સોંપવામાં આવ્‍યો હતો.

બેંકના જણાવ્‍યા અનુસાર, ભવાની એન્‍ટરપ્રાઇઝ પર તા. ૩૧/૦૫/૨૦૧૯ સુધીની બાકી લહેણી રકમ રૂ.૪,૪૬,૯૯,૯૮૧.૦૮/ અને ત્‍યાર બાદનું ચડત વ્‍યાજ બાકી હતું. આ રકમની વસૂલાત માટે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બેંક દ્વારા તેમના બાકી લેણાંની વસૂલાત સુનિヘતિ કરવાના પ્રયાસોનો એક ભાગ છે, તેમ ઉમેરાયુ હતું.

(11:50 AM IST)