News of Saturday, 24th May 2025
રાજકોટથી બાટવા મામાના ઘરે રોકાવા ગયેલા ૨૦ વર્ષના ધાર્મિક ભટ્ટનું મોત
તાવ આવ્યા બાદ આંચકી ઉપડતાં તબીયત બગડીઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૪: રાજકોટના મુંજકા ગામે પરિશ્રમ સોસાયટીમાં રેહતાં ધાર્મિક સુભાષભાઇ ભટ્ટ (ઉ.વ.૨૦) નામના યુવાનનું માણાવદરના બાટવા ગામે મામાના ઘરે બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
ધાર્મિક ભટ્ટ અઠવાડીયા પહેલા બાટવા મામાના હિતેષભાઇ રાવલના ઘરે ગયો હતો અને ત્યાં રોકાયો હતો. ત્યાં તેને તાવ આવવાની સાથે આંચકી પણ ઉપડતાં દવા લીધી હતી. ગઇકાલે તબિયત બગડતાં બેભાન જેવો થઇ જતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થયું હતું.
ધાર્મિક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. દિકરાના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ બાટવા પોલીસને જાણ કરી હતી
(12:34 PM IST)










