News of Saturday, 24th May 2025
રમત-ગમતની પ્રવૃતિ આજના ટેકનોલોજીના સમયમાં ખૂબ જરૂરી
ચીમનભાઈ શુકલ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટૂર્નામેન્ટનો વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભઃ ૨૨ ટીમો વચ્ચે મુકાબલાઃ આવતીકાલે ફાઈનલ જંગ

રાજકોટઃ હિરેન મેહતા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ યાદી મુજબ સ્વ.ચીમનભાઈ શુક્લ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટ ની ઓપનિંગ શેરમની માજી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આજ રોજ શરુ થયેલી ટૂર્નામેન્ટ ત્રણ દિવસ સુધી વિવિધ ટીમો ની વચ્ચે રમાશે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા આયોજિત આ ટૂર્નામન્ટ માં સમગ્ર સૌરાષ્ટ્ર માથી કુલ ૨૨ ટીમો એ ભાગ લીધેલ છે તેમાં ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર, લીંબડી સહિત ની ટીમો ભાગ લઈ રહેલ છે આ ટુર્નામેન્ટ તા.૨૩ થી તા.૨૫સુધી રમાડવામા આવશે તારીખ ૨૫/૦૫/૨૦૨૫ ના સાંજના ૫:૩૦ વાગ્યે ફાઇનલ મેચ લોકો કોલોની ફૂટબોલ ગ્રાઉન્ડ માં રમાશે..
આ પ્રસંગે મંડલ મંત્રી હિરેન મેહતા એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંધ દ્વારા સ્વ ચીમનભાઈ શુક્લ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે વિજયભાઈ રૂપાણી,નીતિનભાઇ ભારદ્વાજ વિ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોર્પોરેટર નેહલભાઈ શુકલ એ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા યોજાતી સ્વ ચીમનભાઈ શુક્લ ફુટબોલ ટુર્નામેન્ટ આયોજન બદલ હીરેન મહેતા અને વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંધ ટીમનો શુક્લ પરિવાર તરફ થી આભાર વ્યક્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પાર્ટિસિપેટ કરનાર દરેક ટીમ તેના કોચ રેફરી અને વોલેન્ટિયર્સને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યના માજી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે ચીમનભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર લોક લાડીલા નેતા હતા રાજકોટના વિકાસ માટે સ્વ.ચીમનભાઈના સિંહ ફાળો છે તેમને મારા સહિત ગુજરાતના ઘણા બધા આગેવાનો તેમની નીચે તૈયાર થયેલ છે સ્વ.ચીમનભાઈ શુક્લ ની યાદમા ફુટબોલ ટુર્નામેન્ટ રમાડી વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘે એક સાચા નીડર નેતાની યાદમાં ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે તે અભિનંદનીય છે. હું વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની પુરી ટીમ અને હીરેન મહેતાને અભિનંદન પાઠવું છુ સ્વ ચીમનભાઈ રાજકોટ ની પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં ભાજપ ને મજબૂત કરેલ છે. આવી સ્પોર્ટ્સની પ્રવળત્તિ આજ ના ટેક્રોલોજી ના સમયમાં ખૂબ જ જરૂરી છે જે અહીં જીવંત છે એ દેખાય છે. અપર ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર એ વેસ્ટર્નની આવી રેલ કર્મચારીઓ તેમના પરિવાર કલ્યાણ માટેની વિવિધ પ્રવળત્તિઓ બદલ અભિનંદન કર્યા હતા સાથે સાથે રક્તદાન કેમ અન્ય સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હેલ્થ ચેકઅપ કેમ વળક્ષારોપણ અને અન્ય સમાજ સેવાનીપ્રવળત્તિઓ કરી રહ્યા છે એ બદલ હિરેન મહેતા અને તેની ટીમને બિરદાવ્યા હતા. આ પ્રસંગે માજી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ એ ડી આર એમ કૌશલ કુમાર ચૌબેજી, સી પી એમ સુધીર કુમાર દુબે સિનિયર ડી એન નરેન્દ્રસિંહ, નેહલ ભાઈ શુક્લ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી દર્શિત ભાઈ જાની વનરાજસિંહ જાડેજા શ્રીમતી કાશ્મીરા બેન નથવાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઇ ભારદ્વાજ એ ડી આર એમ કે કે ચૌબે દ્વારા ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ થયેલ.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હીરેન મહેતાની આગેવાની હેઠળ મયુરસિંહ, એચ પી સિંગ, ઝાકીર જામ,કેતન ભટ્ટી,ગભરુભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, બીપીનભાઇ વ્યાસ, મનીષ મેહતા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયેશ ડોડીયા,રામા કળષ્ણન, જતીન જોષી,શૈલેષ ભટ્ટ,હેમલ બદયાણી, દિનેશ ચાવડા, સમજી તુલસી, મહિલા વિંગ ના કન્વીનર અવનિ ઓઝા, પુષ્પા ડોડીયા, જ્યોતિ મેહતા, ધર્મિષ્ઠા પૈજા,જયશ્રી સોલંકી,દયા રનોલીયા, સુમિતા , સંગીતા વગેરે એ જહેમત ઉઠાવી હતી. ઉદ્ધાટન કાર્યક્રમનુ સંચાલન મહિલા વિંગના જોનલ કન્વીનીયર શ્રીમતી અવની ઓઝા એ કરેલ હતુ
(3:46 PM IST)










