તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 24th May 2025
મેટોડાના જી.આઇ.ડી.સી.ના કારખાનામાં થયેલ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીની રિમાન્ડ રદ

રાજકોટ તા.૨૪ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂ. ૭.૪૨ લાખની કિંમતનું ૯૨૦ કિલોગ્રામ રો-મટીરીયલ ચોરી કર્યાના ગુનામાં આરોપીઓને રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-૩ માં આવેલ સુમો પોલીપ્લાસ્ટ પ્રા.લી.માંથી બ્રાસ પાઈપ ફીટીંગનું રો મટીરીયલ્સની અલગ અલગ ૨૩ બેગીઓ જેમા એક બેગીમાં ૪૦ કીલો એમ કુલ ૯૨૦ કીલો બ્રાસ પાઇપ ફીટીંગના રોમટીરીયલ જેની કિંમત રૂ.૭,૪૨,૪૪૦ ની ચોરી થયાની ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ધર્મેશભાઈ અશોકભાઈ સતારાએ મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અશ્વીન ખીમજીભાઈ ઝાલા, ગોપાલ હીરાભાઈ ચૌહાણ, રામ માનસમની મીશ્રા, દેવીદાસ જીણારામ રામદેપોત્રા, ધર્મેન્દ્ર ભીખાભાઇ રાઠોડ, પળથ્વી મહેશભાઈ ચૌહાણ, ઉપેન્દ્ર મહેન્દ્રભાઈ ગણાત્રા અને સુરેશ ઉકાભાઈ અકબરીને રીક્ષા સહીત રૂ.૮.૪૨ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપી સુરેશ અકબરીએ આ ચોરાઉ મુદામાલ ખરીદ કરી પોતાની ગુરુકળપા મેટલ કાસ્ટ નામની ભઠ્ઠીમાં ઓગાળી ઢાળીયા બનાવી નાખ્યા હતા અને એક શખસ કંપનીનો પુર્વ કર્મચારી હોવાનુ જાણવા મળ્યુ હતું. ઝડપાયેલા આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે પોલીસ દ્વારા લોધિકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં પળથ્વી ચૌહાણ તથા દેવીદાસ જીણાલાલ વતી યુવા એડવોકેટ વિવેક એન. સાતા રોકાયા હતા
(4:14 PM IST)










