<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

શહેર અને દેશને હચમચાવનાર ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને એક વર્ષ

અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ ૨૭-૨૭ વ્‍યક્‍તિઓએ પોતાનો જીવ ગુમાવેલઃ લાશની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્‍ટ કરાયેલઃ એક વર્ષમાં ૧૫માંથી ૪ આરોપી જામીન મુકત ફરી રહયા છે

રાજકોટઃ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને ૨૫ મેના એક વર્ષ પૂર્ણ થયું છે. કોંગ્રેસ દ્વારા મળતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે હવન તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો તથા મળતકોના પરિવારજનો ઉપસ્‍થિત રહયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ અગ્નિ કાંડમાં ૨૭ લોકો તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. આ દુર્ધટનાના એક વર્ષમાં ૧૫માંથી ચાર આરોપીઓ જામીન પર મુક્‍ત ફરી રહ્યા છે અને મળતકોના પરિવારજનો ન્‍યાયની રાહ જોઈને બેઠા છે.

તારીખ ૨૫ મે ૨૦૨૪ને સમય સાંજના ૪:૪૫ આ એક કાળમુખો સમય હતો, જ્‍યારે રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો, આજે એને એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્‍વજનો ગુમાવ્‍યા તેઓને હજુ પણ કયારે ન્‍યાય મળશે તેની રાહમાં બેઠા છે. અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ ૨૭ - ૨૭ વ્‍યક્‍તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો હતો. અગ્નિ કાંડમાં ૨૭ લોકો આગમાં તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. એક વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિ કાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે વિધિના લેખ ૧૫ પૈકી ૪ આરોપીઓ આજે જામીન પર મુક્‍ત ફરી રહ્યા  છે.

૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલી ભયાનક અગ્નિકાંડ ઘટનાએ સમગ્ર શહેર અને દેશને હચમચાવી દીધું હતું. દાયકાઓ સુધી યાદ રહે તેવી આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. આ ઘટનાને આજે એક વર્ષ થવા જઈ રહ્યું છે, છતાં પણ પીડિત પરિવારો હજુ પણ ન્‍યાય માટે લડી રહ્યા છે.

(4:11 PM IST)