News of Monday, 26th May 2025
ભકિતનગર સ્ટેશન ખાતે ૪ ટ્રેનોના હોલ્ટનો સમય વધારાયો
રાજકોટ ચેમ્બરની સફળ રજૂઆત

રાજકોટ, તા.૨૪: તાજેતરમાં જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને DRUCC મેમ્બરશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા ભક્તિનગર સ્ટેશન ખાતે આવતી ચાર ટ્રેનોનો હાલનો હોલ્ટનો સમય માત્ર એક મિનીટનો હોવાથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો. ખાસ કરીને ખુબ જ મોટી સંખ્યામાં મુસાફરો કોચમાં ચડવવાથી, ટ્રેન ચુકી જવાની વારંવાર ઘટના બનવી, જે વરિષ્ટ નાગરૌંકો, મહિલાઓ અને નાના બાળકો સાથેના મુસાફરોને અરસ કરે છે. તેથી મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ભકિતનગર સ્ટેશન ખાતે આવતી ચારેય ટ્રેનોના હોલ્ટનો સમય બે મીનીટનો કરવા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજરશ્રી અશ્વિની કુમાર સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી.
આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆતને સફળતા મળેલ છે અને રાજકોટ રેલ્વે ડીઆરએમશ્રી અશ્વિની કુમા૨એ આ બાબતની ગંભીરતાથી તપાસ કરીને માત્ર ત્રણ જ દિવસમાં રજુઆત મુજબના ફેરફારો કરી ભકિતનગ૨ ખાતે આવતી નીચે મુજબની ચારેય ટ્રેનોના હોલ્ટનો સમય બે મીનીટનો કેરી આપેલ છે.
જે બદલ ડીઆરએમશ્રી અશ્વિની કુમારનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. (૧) ટ્રેનનં.૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર એકસપ્રેસ ભકિતનગર સ્ટેશન પર ૦૭:૩૭ વાગ્યે આવશે અને ૦૭:૩૯ વાગ્યે ઉપડશે. (૨) ટ્રેનનં.૧૯૨૦૮ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભકિતનગર સ્ટેશન પર ૧૯:૨૫ વાગ્યે આવશે અને ૧૬:૨૭ વાગ્યે ઉપડશે. (૩) ટ્રેનનં. ૫૯૪૨૩ રાજકોટ-વેરાવળ લોકલ ભકિતનગર સ્ટેશન પર ૦૮:૧૨ વાગ્યે આવશે અને ૦૮:૧૪ વાગ્યે ઉપડશે. (૩) ટ્રેનનં. ૫૯૪૨૧ રાજકોટ-વેરાવળ લોકલ ભકિતનગર સ્ટેશન પર ૧૮:૩૨ વાગ્યે આવશે અને ૧૮:૩૪ વાગ્યે ઉપડશે. જે તા.૩૦-૦૫-૨૦૨૫ થી અમલમાં આવશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(4:11 PM IST)










