News of Monday, 26th May 2025
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આયોજિત સ્વ.ચીમનભાઈ શુક્લા મેમોરીયલ કપ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન
૨૪ થી વધુ ટીમોએ ભાગ લીધોઃ બ્લેક હિપ્પો ટીમ ચેમ્પિયન અને એ જી ટીમ રનર્સ અપઃ ટીમોને પરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયાના હસ્તે ટ્રોફી અર્પણ કરી-મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું

રાજકોટ, તા., ર૬: સ્વર્ગીય ચીમનભાઈ શુક્લા મેમોરિયલ કપ કપ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન તારીખ ૨૩ થી ૨૫ મે ૨૦૨૫ સુધી કરવામાં આવેલ હતું જેમાં ૨૪ થી વધુ ટીમો જામનગર ભાવનગર રાજકોટ જુનાગઢ વગેરે જગ્યાએથી આવેલ અને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો સતત ત્રણ દિવસ સુધી વિવિધ મેચો રમાયા બાદ અંતિમ ચરણમાં દિલધડક ફાઇનલ મેચમાં મારવાડી કોલેજની બ્લેક હિપ્પો ટીમ ચેમ્પિયન બનેલ તથા એ જી ટીમ બનેલ હતી. ત્યારબાદ ક્લોઝિંગ સેરેમની માં માનનીય મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભા શ્રી પરષોત્તમભાઈ રૂપાલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા શ્રી રામભાઈ મોકરીયા એ ડી આર એમ શ્રી કૌશલ કુમાર ચૌબે, ચીફ મેડિકલ સુપ્રીન્ટેન્ડન ડોક્ટર રાજકુમાર, સિનિયર ડી ઓ એમ શ્રી ગુપ્તાજી , બીજેપી લીડર મનીષભાઈ ભટ્ટ , બીજેપી લીડર કશ્યપભાઈ શુક્લા, કાશ્મીરાબેન નથવાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ હિરેન મહેતા (ર્વકિંગ જનરલ સેક્રેટરી હેડ ક્વાર્ટર તથા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ) રાજકોટની યાદીમાં જણાવાયું છે.
ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા હિરેન મહેતાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ એક એવું યુનિયન જે રેલ કર્મચારીઓના હક અને હિત માટે સતત સંઘર્ષ કરી કર્મચારીઓને ન્યાય તો અપાવે જ છે સાથે સાથે કર્મચારીઓના કલ્યાણ કરી , સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ નું આયોજન કરી અને અન્ય સામાજિક સેવાઓ રક્તદાન કેમ્પ વળક્ષારોપણ હેલ્થ ચેકઅપ કેમ્પ જેવી પ્રવળત્તિઓ કરી એક અહમ ભૂમિકા નિભાવી રહી છે. ઉપસ્થિત મહેમાનોએ પોતાનો અમૂલ્ય સમય આપી આ તકે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે અને આપ સર્વે અહીં ઉપસ્થિત રહ્યા છો ત્યારે એક વાત કરવાનું નહીં ભૂલું કે આજના આ ટેકનોલોજી અને મોબાઈલના સમયમાં ગ્રાઉન્ડ લેવલની પ્રવળત્તિઓ રમતગમત ખેલકૂદ તરફ બાળકોનો રસ વધારવા રુચિ વધારવા સરકારે વધુને વધુ આવી પ્રવળત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ આપનો સપોર્ટ હંમેશા મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવી અપેક્ષા સાથે આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે એડિશનલ ડી આર એમ શ્રી કૌશલ કુમાર ચૌબે એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે મજબૂત સમ ના હિરેન મહેતા આવી વિવિધ પ્રવળત્તિઓ માટે પોપ્યુલર છે અને તેઓ એક મજબૂત નેતળત્વ તરીકે લોકોમાં સ્વીકાર્ય બન્યા છે જેને પ્રશાસને હંમેશા નોંધ લીધી છે અને આવા સકારાત્મક સમાજના ઉત્થાન માટેના કાર્યક્રમોનું આયોજન કરતા રહે એવી શુભેચ્છા સાથે પાર્ટિસિપેટ કરનાર દરેક ટીમને પણ અભિનંદન ચેમ્પિયન ટીમને પણ અભિનંદન અને મજદૂર સંઘ ની પૂરી ટીમને આ સફળ કાર્યક્રમ બદલ બિરદાઉ છું. આ પ્રસંગે શ્રી રામભાઈ મોકરીયા એ ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં જણાવ્યું કે મેદાની રમત ગમતો ભારતમાં ભવિષ્યનું મજબૂત નિર્માણ કરશે અને એ નિર્માણમાં વેસ્ટન રેલવે મજદૂર સંઘનો ફાળો હંમેશા નોંધનીય રહ્યો છે હિરેન મહેતાની આવી પ્રવળત્તિઓમાં હું વારંવાર ઉપસ્થિત રહી અનુભવ છું કે ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ અને તેમની ટીમ કાર્યરત રહે છે અને કાર્યક્રમને સફળ બનાવે છે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને અભિનંદન આગળ આપનું નામ રાષ્ટ્રનું નામ રોશન થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું.
આ અવસરે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેનાર શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા એ પોતાના શાબ્દિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હિરેન મહેતા સતત કર્મચારીઓ માટે લડનાર નેતા રહ્યા છે જે ખૂબ મુશ્કેલ કામ છે કે પ્રશાસનની સામે રહી કર્મચારીઓના હક માટે લડવું પણ આટલા વર્ષો સુધી સતત સફળ પણે લીડરશીપમાં રહ્યા છે જે દર્શાવે છે કે લોકોમાં સ્વીકાર્ય છે અને આવી જુદી જુદી પ્રવળત્તિઓ એ એમની અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની એક આગવી ઓળખ ઊભી કરે છે. હું મારા સમયમાં કબડીનો રાજ્ય કક્ષાનો ચેમ્પિયન ખેલાડી રહ્યો છું એ યાદ કરતા હું સમજી શકું છું કે ગ્રાઉન્ડ પર રમતગમત સાથે જોડાઈ અને ખડતલ મજબૂત વ્યક્તિત્વની સાથે સાથે ખેલદિલીની ભાવનાનો પણ વિકાસ થાય છે. આજના આ મોબાઈલ ના સમયમાં મોબાઇલમાંથી મોઢું ઊંચું કરી બહારના ગ્રાઉન્ડ પર આવી રમતગમત સાથે બાળકો અને યુવા પેઢીને જોડવી ખૂબ અઘરું કામ છે એ કામ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કરી રહ્યું છે જે પ્રશંસનીય છે અહીં આ બંને ટીમને ફાઇનલ મેચ રમતા જોઈ ઇન્ટરનેશનલ મેચ નિહાળી રહ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો હતો ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને અભિનંદન જેટલી પણ ટીમોએ ભાગ લીધો છે તેઓને પણ શુભકામનાઓ આગળ વધુ મહેનત કરી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધી રાષ્ટ્રનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઉજવળ કરો એવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે જણાવીશ કે ચીમનકાકા એક એવું વ્યક્તિત્વ જેણે રાષ્ટ્ર ઘડતરના પાયામાં કામ કર્યું છે ભાજપના મોભી ચીમનભાઈ શુક્લ એ ફક્ત શુક્લ પરિવારના જ નથી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના મજબૂત કડક અને દુરંદેશી ખડતલ લીડર હતા. તેઓની નીતિઓ અને સિદ્ધાંતો સાથે ઘડતર કરેલા અને યુવાઓમાં નો હું પણ એક છું જેનું મને ગૌરવ છે અને તેમના નામની આવી ટુર્નામેન્ટ કરી તેઓને જીવન તો રાખવા બદલ અને સ્વર્ગસ્થ ચીમનભાઈ શુક્લા મેમોરિયલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી વખત એક વખત વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘની પૂરી ટીમને આવા સફળ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવું છું.
અંતિમ ચરણમાં ચેમ્પિયન ટીમને શ્રી પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે ટ્રોફી અપાઈ અને ટીમના ખેલાડીઓને ગોલ્ડન મેડલ તથા રનર્સ અપ ટીમને શ્રી રામભાઈ મોકરીયાના હસ્તે ટ્રોફી આપી ખેલાડીઓને સીલ્વર મેડલ પહેરાવવામાં આવ્યા હતા. એડિશનલ ડી આર એમ શ્રી કૌશલ કુમાર ચૌબેના હસ્તે બન્ને ટીમોને પ્રાઇઝ મની આપી અભિનંદન પાઠવ્યા હતા. આ ટુર્નામેન્ટનું સફળ બનાવવા માટેને રેલવે મજદૂર સંઘના મયુરસિંહ અને એચ પી સિંગએ આયોજન કરી ઓર્ગેનાઈઝ કરેલ તથા કાર્યક્રમનું સફળ સંચાલન ઝોનલ મહિલા કન્વીનર અવની ઓઝાએ કરેલ હતુ.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે રેફરીઓને તથા બોલબોયને, કાર્યકર્તાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને હિરેન મહેતાના નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ મંડળ અધ્યક્ષ ડી આર સોઢા, ઝોનલ મહિલા કન્વીનર અવની ઓઝા, મયુર સિંહ , એચ પી સિંગ, અજય આચાર્ય દીપકભાઈ સંજયભાઈ પંડ્યા રાજેન્દ્રસિંહ જાડેજા, કેતન ભટ્ટી ગજેન્દ્રસિંહ રામકળષ્ણ એમ કે જાડેજા ડીએસ શર્મા હરદેવસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા મનીષભાઈ મહેતા સીબી જાડેજા ચંદ્રેશ રાઠોડ જસ્મીન ઓઝા વિષ્ણુ દાન ગઢવી તથા મહિલા વિંગમાં જયશ્રીબેન સોલંકી, દયા રનોલીયા, પુષ્પા ડોડીયા જ્યોતિ પંડિત, ધર્મિષ્ઠા પૈસા દીપિકા સુરાણી ગ્રીષ્મા મનીષા જાની વગેરે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(3:30 PM IST)










