તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 26th May 2025
પાણીજન્ય રોગચાળોઃ ટાઇફોઇડ-૩, કમળાના ૪ દર્દી નોંધાયા
મનપા દ્વારા એક સપ્તાહમાં ૨૫,૫૨૬ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૨૧૮ રહેણાંકોમાં ફોગીંગ : શરદી- ઉધરસ- તાવ- ઝાડા- ઉલ્ટીના ૯૪૭ કેસઃ ઘટાડાથી રાહતઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૭૯ લોકોને નોટીસઃ કોર્પોરેશનના ચોપડે કંઇક અને વાસ્તવીકતા ચોંકવનારી

રાજકોટ, તા.૨૬: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૯૪૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક કેસ નોંધાયો છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૯ મે થી તા. ૨૬ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એક કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયા, ચિકનગુનીયા કેસ નોંધાયા નથી. જયારે ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૯૪૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૫૪ તેમજ સામાન્ય તાવના ૪૨૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૩ કુલ ૯૪૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૫,૧૮૨ તેમજ સામાન્ય તાવના ૧૪,૪૨૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૬૭૬ તથા ટાઇફોડનો ૪૪ તેમજ કમળાના ૪૯ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૧૭૯ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૫,૫૨૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૧૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૮૭ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૭૯ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૧૯)
(3:00 PM IST)










