News of Wednesday, 28th May 2025
દ્વારકામાં પૂ.દેવુભગત અતિથિભવનની સુવિધામાં વધારોઃ શનિવારે દ્વિતિય ધ્વજાજી આરોહણ મહોત્સવ
સોરઠીયા રજપૂત સમાજ રાજકોટ દ્વારા આયોજનઃ સંતો મહંતોની ઉપસ્થિતિઃ વિજય ચૌહાણ


રાજકોટઃ પ્રાતઃ સ્મરણીય સંત પૂ.દેશળબાપુ, વિરલવિભતી સંત પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મુક્તરાજ સંૅત પૂ.દેવુભગતના શુભાશિષ તથા દાતાઓ અને કાર્યકર્તાઓના સાથ સહકારથી સોરઠીયા રજપૂત સમાજ, રાજકોટ દ્વારા પૂ.દેવુભગતના આરાધ્ય રાજાધિરાજ દ્વારકાધિશજીને તા.૩૧ને શનિવારના રોજ સમસ્ત સમાજ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે ધ્વજાજી આરોહણ યોજવા જઈ રહેલ છે.
આ ધર્મકાર્યમાં કોઠારી સ્વામીશ્રી ગોવિંદપ્રસાદદાસજી - દ્વારકા, પુરૂષોત્તમદાસજી સ્વામી- જૂનાગઢ, જગત પ્રસાદદાસજી- જામજોધપુર, વિવેકસાગરદાસજી- રાજકોટ તેમજ સંતશ્રી દેવુભગત જય સિયારામ ભક્ત મંડળ- રાણાકંડોરણા, આઈશ્રી પૂનમર્માં, રાંદલધામ-જૂનાગઢ, દિનેશ મારાજ- પોરબંદર, કિશોરભછાઈ મોઢા- અમદાવાદ, પ્રભાશંકરભાઈ મોઢા- પોરબંદર અને મુળુભા પરમાર- જૂનાગઢ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.
અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખશ્રી વિજયભાઈ ચૌહાણ (મો.૯૯૯૮૦ ૧૦૦૦૦)ની યાદી મુજબ સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ રાજાધિરાજના આ ધ્વજાજી આરોહણમાં પૂજા-દર્શનનો લાભ લઈ શકે તે માટે તેમના મુખ્ય યજમાન પદે બીજા ૫૦થી વધારે યજમાનો પૂજા-દર્શનનો લાભ લેશે. સોરઠીયા રજપૂત સમાજના એકમાત્ર દ્વારકા ખાતે આવેલ પૂ.દેવુભગત અતિથિ ભુવનમાં જે પણ દાતાના સહયોગથી ‘સમાજનું સમાજને અર્પણ'ની ભાવના સાથે પૂ.દેવુભગત અતિથિભુવન વધુ સુવિધા સભર બનાવવામાં આવેલ હોવાનું જણાવાયું છે.
આ ધર્મકાર્યમાં સમાજના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ કાર્તિકભાઈ ચૌહાણ, મુકુન્દભાઈ રાઠોડ, જામનગરના અગ્રણી તથા પૂર્વ કોર્પોરેટર કમલેશ સોઢા તથા વિજય અજા તેમજ મહિલા અગ્રણી જયોત્સનાબેન ચૌહાણ અને પદ્માબેન ડોડીયાએ ખાસ અપીલ કરેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયભાઈ ચૌહાપના માર્ગદર્શનમાં સોરઠીયા રજપૂત સમાજની વિવિધ પાંખના કાર્યકર્તા ભાઈ-બહેનો તેમજ સલાહકાર મંડળના અશોકભાઈ કેશોર, અશોકભાઈ ખેર, અરવિંદભાઈ ચૌહાણ, મુકેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, હસુભાઈ મકવાણા, કિશન ચૌહાણ, વિમલ હાડા, પ્રતાપભાઈ ચૌહાણ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:28 PM IST)










