તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 28th May 2025
ચીલ ઝડપના ગુનામાં સદામ ઉર્ફે મચ્છો અને વિક્રમ માનસુરીયા પાસામાં ધકેલાયા
ભકિતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ.પી.આર. ડોબરીયા તથા ટીમે વોરંટની બજવણી કરી બંને ને સુરત અને વડોદરા જેલ હવાલે કર્યા

રાજકોટ તા.૨૮: શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચીલઝડપના અનેક ગુનામાં સામેલ બે શખ્સોને પાસામાં ધકેલી દીધા છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચીલઝડપના અનેક ગુનામાં સામેલ સદામ ઉર્ફે મચ્છો યાસીનભાઇ કુરેશી (ઉ.૨૬) (રહે. ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સૈફી પાર્ક) અને વિક્રમ લાલજીભાઇ માનસુરિયા (ઉ.વ.૫૨) ને પાસામાં ધકેલવા માટે પીસીબીના હેડ કોન્સ રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ.પી.આર. ડોબરીયા તથા સ્ટાફે સદામ ઉર્ફે મચ્છો અને વિક્રમને પાસા હેઠળ અટકાયત કરી સદામને સુરત અને વિક્રમને વડોદરા જેલ હવાલે કર્યા હતા. આ કામગીરી પી.એસે.આઇ પો. સબ.ઇન્સ. જે.જે.ગોહીલ , એ.એસ.આઇ. નિલેશભાઇ મકવાણા, હેડ.કોન્સ. પ્રભાતભાઇ મૈયડ, કોન્સ. હરવિજયસિંહ ગોહીલ, નિલેશભાઇ મીયાત્ર,સ્નેહભાઇ ભાદરકા, રમેશભાઇ માલકીયા, અરજણભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
(3:06 PM IST)










