News of Wednesday, 28th May 2025
શેરબજારમાં નાણા ગુમાવતા બેડી ચોકડી પાસે મોરબીના કેરાળા ગામના દિવ્યેશ ચારોલાનો ઝેર પી આપઘાત

રાજકોટ, તા., ૨૮: બેડી ચોકી પાસે મોરબી પંથકના કેરાળા ગામના યુવકે ઝેર પી આપઘાત કરી લીધો હતો. શેરબજારમાં નાણા ગુમાવતા આ યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ એડીબી હોટલથી બેડી ચોકડીના પુલ વચ્ચે ઇન્ડીયન પંપની પાસે દિવ્યેશકુમાર દિપકભાઇ ચારોલા (ઉ.વ.ર૬) (રહે. કેરાળા, ગામ તા. મોરબી) એ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આપઘાત કરનાર દિવ્યેશ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે રૂમ ભાડે રાખી રહેતો હતો અને ઇમ્પોર્ટ એકસપોર્ટા કલાસીસ કરતો હતો. મૃતક બે ભાઇઓમાં નાનો હતો. મૃતક દિવ્યેશના મોબાઇલ ફોનમાં શેરબજાર અંગેની આપ-લેની માહીતી નિકળતા તેણે શેરબજારમાં નાણા ગુમાવતા ઝેરી દવા ઘી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ ગાંધીગ્રામના પ્રો. પીઅસઆઇ પી. બી. પટેલ ચલાવી રહયા છે. (૪.૧૪)
(3:07 PM IST)










