<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

યુનિવર્સિટી કેમ્‍પસમાં ખેલાડીઓ માટે શરૂ થયો વિશિષ્ટ તાલીમ અભ્‍યાસ

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને તેના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સમર કોચિંગ કેમ્‍પનો ઉદઘાટન યુનિવર્સિટી કેમ્‍પસ સ્‍થિત આર્ટ ગેલેરી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે

જિલ્લા રમતગમત અધિકારી વિરેન્‍દ્રસિંહ જાડેજા અને જિલ્લા રમતગમત અને યુવા વિકાસ અધિકારી શ્રીમતી રમાબેન ઉપસ્‍થિત રહ્યા. કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્‍પલભાઈ જોશી ઉપસ્‍થિત રહ્યા હતા. કુલપતિએ પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, ‘‘આવા કેમ્‍પો ખેલાડીઓ માટે માત્ર તાલીમ પૂરતા જ નથી, પરંતુ તેઓ યુનિવર્સિટીને રાષ્‍ટ્રીય સ્‍તરે ગૌરવ અપાવે છે. યોગ્‍ય માર્ગદર્શન અને પ્રયત્‍નો દ્વારા ખેલાડીઓ પોતાનું ભવિષ્‍ય બનાવે છે.'' કાર્યક્રમનું સંચાલન ડો. ભાવેશ રાબાએ કર્યું હતું, જ્‍યારે સ્‍વાગત પરિચય અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ડો. હરીશ રાબાએ રજૂ કરી. અંતે ડો. એચ.આર. ભાલીયાએ આભાર વિધિ કરી હતી.

(3:48 PM IST)