News of Wednesday, 28th May 2025
હોર્ડિગ્સ અંગે પ્રિ-મોનસુનની શું કામગીરી કરી? રાજાણી-સાગઠીયા
મનપાને અણીયારા સવાલ કરતું શહેર કોંગ્રેસ મ્યુ. કમિશનરને પત્ર લખી ૧૦ મુદાના જવાબ માંગ્યાઃ પી.આઇ.એલ.ની ચિમકી ઉચ્ચારી

રાજકોટ તા. ર૮ :.. શહેરમાં ગત અઠવાડીયે આવેલ વાવાઝોડા-વરસાદે મનપાની પોલ ખોલી હતી. પ્રિ-મોનસુન કામગીરીની વાતો વચ્ચે અનેક વૃક્ષો - હોર્ડીંગ્સ ધરાશાયી થયા હતાં. આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરને પત્ર લખી હોર્ડીગ્સના પ્રિ-મોન્સુન રિપોર્ટ અંગે સવાલો ઉઠાવ્યા છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલા ર્હોડિંગ બોર્ડનું પ્રિ-મોન્સુન ચેકીંગ કરાયુ છે કે કેમ ? જો પ્ર-મોન્સુન ચેકિંગ કરાયુ હોય તો તેમાં શું કામગીરી કરાઈ છે કેટલાને કયા કારણોસર નોટિસ અપાઈ છે, કેટલાને નોટિસ આપવાની બાકી છે તેની વોર્ડવાઈઝ સંપૂર્ણ વિગતો આપવા માંગણી કરી છે.
તાજેતરમાં માવઠા દરમિયાન રાજકોટમાં રેસકોર્ષ રંગી રોડ ઉપર તેમજ યાજ્ઞિક રોડ ઉપર બે ર્હોડિંગ રોડ ઉપર ખાબકયા હતા તે કઈ એજન્સીના હતા ? તેની સામે શું પગલા લેવાયા? પગલા લેવાયાની વિગતો જાહેર કેમ ન કરાઈ?
ર્હોડિંગ બોર્ડએ ખૂબ જોખમી વસ્તુ છે ખાસ કરીને ચોમાસામાં વરસાદ, વાવાઝોડા, માવઠા વિગેરે પરિસ્થિતિ દરમિયાન ર્હોડિંગ બોર્ડ નીચે ખાબકવાથી જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. મે-૨૦૨૪ માં મુંબઈમાં માવઠા દરમિયાન ર્હોડિંગ ખાબકતા ૧૭વ્યકિતના મળત્યુ થયા હતા. તાજેતરમાં ગુજરાતમાં મે-૨૦૨૫ માં માવઠા દરમિયાન ર્હોડિંગ બોર્ડ નીચે ખાબકતાથી અમદાવાદ અને વડોદરામાં એક-એક વ્યકિતનું મળત્યુ થયાનું સરકારે જાહેર કર્યુ હતું.
(3:57 PM IST)










