News of Friday, 30th May 2025
કાળીપાટની ધરતીને લીલીછમ્મ કરવા ઇચ્છતા ભૂપત બોદરઃ વૃક્ષારોપણ સાથે ઉછેરની નેમ

રાજકોટ તાલુકાના કાળીપાટ ગામમાં જય ખોડીયાર ઇલેકટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફીનીશર્સ એશો. દ્વારા વૃક્ષારોપણ થયેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૩૦: જય ખોડિયાર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કાળીપાટ(રાજકોટ) ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં અને CETP ના ડાયરેક્ટરો ભૂપતભાઇ બોદર અને જગદીશભાઈ બોદર ના સઘન પ્રયાસોથી રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશન ના હોદેદારો અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વળક્ષો નો જતનપૂર્વક ઉછેર અને સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી ને કપડાની થેલી નો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પ્રતિજ્ઞા લઈ સંકલ્પ કરવામાં આવ્યો હતો. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે તેમ અંતમાં ડાયરેક્ટર ભુપત બોદરે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ શર્મા તથા હોદેદારો સુરેશભાઈ મામતોરા ,સંજયભાઈ મહેતા, સુરેશભાઈ શાહ, તુષારભાઈ શાહ, વિરલભાઈ તલસાણીયા, દીપકભાઈ શાહ રમેશભાઈ રામોલિયા,પરેશભાઈ સાવંત તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માનસીબેન થાનકી, રાધિકાબેન ચુડાસમા અને CEPT ના મનોજભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ અગ્રાવત અને ધર્મેશભાઈ આસોદરીયા, સીટી પટેલ, નિલેશ ખૂંટ ઉપસ્થિત રહ્યા હતા.(૨.૯)
(11:46 AM IST)










