News of Friday, 30th May 2025
માર્કેટ થડાનો ભાવ વધારો ફગાવાયોઃ સફાઇ ચાર્જ ઝીંકાયો
મનપાની સ્ટે. કમિટી બેઠકમાં રૂા. ૧૧૬ કરોડના વિવિધ વિકાસકામો મંજુર :૧૫૦ ફૂટ રીંગ રોડ, રસ્તાકામ, પેવીંગ બ્લોક, વાહન ખરીદી, નવો કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ સહિતની ૭૬ દરખાસ્તોનો નિર્ણયઃ રોયલ્ટી સ્ક્રેપ વેંચાણ, ઝુ કેન્ટીન ભાડાથી મનપાને ૧.૪૫ કરોડની આવક થશે

રાજકોટ તા. ૩૦: મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં દરખાસ્તનો રૂા. ૧૧૬ કરોડનો ખર્ચ મંજુર કરાવમાં આવ્યો હતો. તમામ દરખાસ્ત પૈકી મનપા સંચાલીત શાકમાર્કેટ તેમજ ફુલબજારના થડાના ભાડામાં વધારો તેમજ સફાઈ ચાર્જની દરખાસ્તને અડધી મંજુર કરાય છે. જેમાં ભાડાવધારો રદ કરી ફક્ત સફાઈ કર વસુલવામાં આવશે. હાલ મનપાની ૧૭ શાકમાર્કેટમાં ૧૧૯૩ થડાં છે. જે પૈકી ૭૭૯ની હરાજી થઈ ગઈ છે. અને ૪૧૪ હાલ મનપા પાસે છે જે ભાડેતી અપાઈ રહ્યા છે તેવી જ રીતે ચાર ફુલબજારમાં ૩૮, ૩૯, ૨૭ અને ૮૩ થડો કાર્યરત છે. જે પૈકી ૨૭ હરાજીથી પાઈ ચુકયા છે. જ્યારે ૫૬ થડાનું બાડુ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવી રહ્યું છે. આથી આગામી માસથી તમામ થડાધારકોપાસેથી રૂા. ૫૦૦ સફાઈ કર વસુલવામાં આવશે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠકમાં આજે તમામ દરખાસ્ત મંજુર કરી મુખ્યત્વે દરખાસ્ત ૧૫૦ ફૂટ રીંગ રોડ પહોળો કરવાની સર્વાનુમતે ચર્ચાના અંતે મંજુર કરેલ અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરેવિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૦૦૯-૧૦ના ૧૫૦ ફૂટ રીંગ રોડનું ૧૦૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ હવે ૧૫ વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રીંગરોડને પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ રીંગ રોડ ઉપર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો ઉપયોગ ફક્ત વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે. તેવી જ રીતે સાયકલ ટ્રેક પણ ઉબડ ખાબડ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. જેની સામે રીંગરોડની બન્ને સાઈડ આવેલ એકમો દ્વારા વાહન પાકિંગ કરવાની સેંકડો ફરિયાદો આવેલ છે. જેના લીધે ૧૫૦ ફૂટનો રીંગ રોડ વાહન ચાલકો માટે ફક્ત ૫૦ ફૂટનો રહી જાય છે. આથી બરોડા અને અમદાવાદના રીંગરોડની માફક રોડ પહોળો કરવામાં આવે તો વાહન ચાલકોની સમસ્યા હલ થાય તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે. આથી મહાનગરપાલિકાએ હાલ કન્સ્ટલન્ટની નિમણુંક કરી માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ૧૧ કિલોમીટરના ૧૫૦ ફૂટ રીંગ રોડને પહોળો કઈ રીતે કરવો અને કયા પ્રકારની અડચણો દૂર કરવા સહિતનો સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ નવીડિઝાઈન તૈયાર કરી તે મુજબનો રીંગરોડ બનાવવામાં આવશે. તેમ જણાવ્યું હતું. મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ ૭૬ દરખાસ્તો પૈકી ઝુના પ્રાણીઓ માટે ખોરાક સપ્લાય તેમજ માર્કેટ વિભાગ માટે પાંચ નંગ બોલેરો અને ઝુ શાખા માટે ત્રણ નંગ બેટરીકાર ખરીદવાની તથા મનપાના જૂના સ્ક્રેપ વાહનોનું ઓક્શનથી વેચાણ કરવા તથા જુદા જુદા સ્થળોએ આવેલ શાકમાર્કેટના ભાડાના દર નક્કી કરવા તેમજ તહેવારો દરમિયાન ઉજવણી અનવયે યોજવામાં આવેલ કાર્યક્રમોમાં ચુકવેલ ખર્ચનું બીલ મંજુર કરવા સહિતની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે તમામ સર્વાનુમતે મંજુર કરવામાં આવશે. (૩.૧૮)
(3:09 PM IST)










