<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

આખા ગુજરાતમાં પીજીવીસીએલ ફર્સ્‍ટ : સ્‍માર્ટ મીટરમાં ભાવનગરના કોબડી ગામે ૧૦૦ ટકા કામગીરી : વિગતો આપતા કેતન જોષી

ગામની વસતિ-ર૩૬૬ : ઘરની સંખ્‍યા ૪૦૭ : તમામ સ્‍થળે સ્‍માર્ટ મીટરઃ કોર્મશીયલ ઔદ્યોગિક -સ્‍ટ્રીટલાઇટ-વોટર વર્કર પણ આવરી લેવાયા

રાજકોટ, તા. ૩૦: પીજીવીસીએલના એમ.ડી. શ્રી કેતન જોષીએ આજે બપોરે ‘‘અકિલા''ને માહિતી આપતા જણાવ્‍યું હતું કે ભારત સરકાર દ્વારા વીજળી વિતરણ ક્ષેત્રમાં મુખ્‍ય પહેલ, રિવેમ્‍પડડિસ્‍ટ્રિબ્‍યુશન સેકટર સ્‍કીમ (આર.ડી.એસ.એસ.) ના ભાગ રૂપે તમામ વીજળી મીટર (કૃષિ જોડાણો સિવાય) ને આઇટી-સક્ષમ સ્‍માર્ટ મીટરથી બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ વિઝનને અનુરૂપ, પીજીવીસીએલ મામસા પેટા વિભાગીય કચેરી હેઠળ કોબડી (તા. અને જિ. ભાવનગર) ગામાં એક કેન્‍દ્રીત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જયાં ગ્રાહકોને સ્‍માર્ટ મીટરના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્‍યા હતા અને આ આધુનિક ટેકનોલોજી પરિવર્તનમાં ભાગ લેવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા અને જણાવતા આનંદ થાય છે કે કોબડી ગામમાં બધી કેટેગરી હવે ૧૦૦% વીજ ગ્રાહકો સ્‍માર્ટ મીટરથી સજ્જ બની ગઇ છે.

ગામની વિગત આપતા શ્રી કેતન જોષીએ જણાવેલ કે ભાવનગર સર્કલના આ ગામની વસ્‍તી ર,૩૬૬ છે અને ઘરની સંખ્‍યા ૪૦૭ તથા સોલર રૂફ-ટોપ જોડાણો ૩૮ છે.

સ્‍માર્ટ મીટર ઇન્‍સ્‍ટોલેશન કેટગરી મુજબ ગ્રાહકોમાં જોઇએ તો રહેણાકઃ ૪૭૯, વાણિજય-રર, ઔદ્યોગિક-૭, જીએલ.પી.-૪, વોટર વર્કસ-૪, સ્‍ટ્રીટ લાઇટ-૩, કુલ -પ૧૯ સ્‍માર્ટ મીટરો લગાડાયા છે.

તેમણે જણાવેલ કે આનાથી ગ્રાહકો માટે મુખ્‍ય લાભોમાં રીઅલ-ટાઇમ એનર્જી મોનિટરીંગ ગ્રાહકો તેમના વીજ વપરાશનું નિયંત્રણ અને વિશ્‍લેષણ ઓનલાઇન  કરી શકે છે.

સોલાર નેટ મીટરીંગની વિગત સોલાર રૂફટોપ વપરાશકર્તાઓ માટે રીઅલ ટાઇમ ઇમ્‍પોર્ટ/ એકસપોર્ટની ડેટા જોઇએ શકે છે.

મેન્‍યુઅલ મીટર રીડિંગ નહીં: મીટર રીડિંગ માટે સ્‍થળ ઉપર રૂબરૂ મુલાકાતની જરૂરયિાત રહેતી નથી.

(3:56 PM IST)