News of Saturday, 31st May 2025
‘હું તારી પાસે રૂ.૫૦૦ માંગુ છુ કેમ આપતો નથી' કહી મહેન્દ્ર અને પત્નિ હીના પર હુમલો
આંબેડકરનગરમાં બનાવ : માલવીયાનગર પોલીસમાં બાદશાહ સામે ફરિયાદ

રાજકોટ, તા.૩૧: દોઢસોફૂટ રીંગ રોડ પર આંબેકડરનગરમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને દંપતી પર શખ્સે છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ આંબેકડરનગર શેરી નં.૧૩માં રહેતી હિના મહેન્દ્રભાઇ રાખસીયા (ઉ.વ.૨૬) એ માલવીયાનગર પોલીસ મથકમાં બાદશાહ નામના શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યુ છે કે રાત્રે હું તથા પતિ મહેન્દ્ર બંને ઘરે હતા, ત્યારે અમારા સમાજના જેને બધા બાદશાહ તરીકે ઓળખે છે તે મારા ઘરની ડેલી એ પતિ મહેન્દ્ર પાસે આવીને કહેલ કે ‘હું તારી પાસે રૂ.૫૦૦ માંગુ છું' તે કેમ આપતો નથી,' મારા પતિએ કહેલ કે ‘પછી હું આપી દઇશ' તેમ કહેતા આ બાદશાહ ઉશ્કેરાઇ જઇ પતિને જેમતેમ બોલી ઢીકાપાટુનો માર મારતા પતિ ત્યાં પડી જતા હું તેને છોડાવવા જતા બાદશાહે છરી લઇ મને મારવા દોડતા હું આડી પડતા બચાવવા જતા મને જમણા હાથે ઇજા કરી હતી. દેકારો બોલાવતા મારો ભાઇ કૈલાશ આવી જતા બાદશાહ બાઇક મુકી ભાગી ગયો હતો. બાદ બંને માલવીયા પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરતા પોલીસે બાદશાહ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ સી.પી.રાઠોડે તપાસ હાથ ધરી છે.(
(3:10 PM IST)










