<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

૩૬૩ એકરમાં પથરાયેલી ૫૮ વર્ષથી કાર્યરત સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અનુસ્‍નાતક ભવનોમાં પ્રવેશ શરૂ

MA, M.Com, MSc સહિતના વિષયોમાં GCAS પોર્ટલ મારફત પ્રવેશ પ્રક્રિયા

રાજકોટ તા.૩૧: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કેમ્‍પસ સ્‍થિત અનુતાાતક ભવનોમાં જુદા જુદા વિષયોમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી., એલ.એલ.એમ., એમ.પીએડ., એમ.એડ., પત્રકારિત્‍વ તથા લાઈબ્રેરી સાયન્‍સ જેવા અભ્‍યાસક્રમોમાં એડમિશન શરુ થયેલ છે. કોઈપણ વિદ્યાર્થી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં માસ્‍ટર ડીગ્રી અભ્‍યાસક્રમમાં ગ્રાન્‍ટ ઈન એઈડ ફીના ધોરણે એડમિશન લઈ અભ્‍યાસ કરી શકે છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં માસ્‍ટર ડીગ્રી અભ્‍યાસક્રમોમાં  એડમિશન લેવા માટે રાજ્‍ય સરકારશ્રીના GCAS પોર્ટલ પરથી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા કરવાની રહેશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ૩૬૩ એકરમાં વિશાળ ગ્રીન કેમ્‍પસ ધરાવતી ૫૮ વર્ષથી સૌરાષ્‍ટ્રમાં ઉચ્‍ચશિક્ષણ ક્ષેત્રમાં અગ્રેસર પબ્‍લિક યુનિવર્સિટી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં અનુભવી-તજજ્ઞ પ્રાધ્‍યાપકશ્રીઓ તથા આધુનિક ઈન્‍ટરેક્‍ટીવ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સાયન્‍સ ભવનોમાં રીસર્ચ માટે આધુનિક ઇક્‍વીપમેન્‍ટ અને સાધનો સાથે સજ્જ લોબોરેટરીઝ કાર્યરત છે. અહીં સાહિત્‍ય ક્ષેત્રમાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓ કોઈપણ સેન્‍ટર પરથી ફોર્મ ભરી શકે છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે માળખાકિય સુવિધાઓ, અદ્યતન સ્‍પોર્ટસ ફેસેલીટીઝ, અદ્યતન લાઈબ્રેરી, આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઈન્‍ટરનેશનલ ટ્રાન્‍ઝીસ્‍ટ હાઉસ, ૦૩ બોયઝ, ૦૫ વિમેન્‍સ હોસ્‍ટેલ, SSIP તથા સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેન્‍ટર, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારીઓ માટે CCDC-UPSC ભવન, કેન્‍ટીન, પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ સર્વિસ, બેંક, બોયઝ-વિમેન્‍સ જીમ જેવી સુવિધાઓ રહેલી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસમાં ભવનોમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ મારફત એડમિશન પ્રક્રિયા કરવાની રહેશે. આ માટે યુનિવર્સિટી કેમ્‍પસમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍યમાં હેલ્‍પ સેન્‍ટર તથા સંલગ્ન કોલેજોમાં પણ હેલ્‍પ સેન્‍ટર્સ શરુ કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ભવનોમાં ચાલતાં અભ્‍યાસક્રમોની વિસ્‍તળત માહિતી માટે વિદ્યાર્થીઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ www. saurashtrauniversity.edu પર વિઝીટ કરી માહિતી મેળવી શકે છે

(3:55 PM IST)