News of Saturday, 31st May 2025
પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ વિના ન્યારી ટાંકાની સફાઇ કરાઇ

રાજકોટ, તા. ૩૧: મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનીટ-ન્યારી ઝોન (મીકેનીકલ) દ્વારા તાજેતરમાં ૩૨.૨૫ એમ.એલ.ડી. ક્ષમતાના ન્યારી વોટર ફિલ્ટર પ્લાન્ટ પર FP-૧ તથા FP-૩(નોન-કન્વેન્શનલ) ફિલ્ટર પ્લાન્ટનાં ક્લેરીફાયરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
આ કામગીરી અંતર્ગત ક્લેરીફાયરમાં જમા થયેલ સ્લજને સંપૂર્ણપણે દૂર કરી, સ્ક્રેપીંગ/બ્રશીંગથી ક્લેરીફાયર તથા તેની ઓવરફલો ચેનલ, ઇનલેટ ચેનલ, સેટલવોટર ચેનલ વિગેરેની સફાઈ કરી, બ્લીચીંગ સોલ્યુશનનો છંટકાવ કરવામાં આવેલ. આ તમામ કામગીરી દરમ્યાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે શુભઆશયથી દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી, કોઈ પણ પ્રકારના શટડાઉન રાખ્યા વિના બન્ને ક્લેરીફાયરની સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી.
આ સમગ્ર કામગીરી એડી.સીટી એન્જીનીયર (ઇ.ચા.) કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર(મીકે.) સી. બી. મોરીના સુપરવિઝનમાં, એડી.એન્જીનીયર એમ.એમ. ભટ્ટ, કેમીસ્ટ એ.બી. જાડેજા, વર્ક.આસી. આશિષ નલીયાપરા તથા મયુરભાઈ બાબરિયા સહિતની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી
(3:44 PM IST)










