<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ક્રિકેટ સટ્ટાની આઇડી આપનાર કિશન અજાણીને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

 

રાજકોટ તા.૩૧: ગત તા.૧૯મીના ક્રાઇમબ્રાંચની ટુકડીએ કોઠારીયા મેઇન રોડ પરથી ક્રિકેટનો જુગાર રમી રહેલા શ્‍યામ કાકડીયાને ઝડપી લીધો હતો. આ જુગારની ઉપલી કડીરૂપ આઇડી ધારક કિશન ભુપતભાઇ અજાણીને આજે ઝડપી લેવાયો છે.

એ.એસ.આઇ. ચેતનસિંહ ગોહિલ, કનકસિંહ અને ગિરીરાજસિંહને મળેલી બાતમીના આધારે શ્‍યામને ઝડપી લેવાયા બાદ તેની પુછપરછમાં ક્રિકેટ સટ્ટાની આઇડી કોઠારીયા રોડ સ્‍વાતીપાર્કમાં રહેતા કિશન ભુપતભાઇ અજાણી નામના પટેલ યુવાને આપ્‍યાનું ખુલ્‍યુ હતું જે છેલ્લા કેટલાક દિવસોથી નાસતો ફરતો હતો તેને આજે પી.આઇ. એમ.આર. ગોંડલિયા, એ.એસ.આઇ. ચેતનસિંહ ગોહિલ અને ટુકડીએ ઝડપી લીધો હતો

(3:54 PM IST)