<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

આગામી ૫મીએ ભૂપેન્‍દ્રભાઇ રાજકોટમાં વીજતંત્ર પાણી-પૂરવઠા-કોર્પોરેશનના કરોડોના કામોનું લોકાપર્ણ કરશે

કલેકટર કચેરીમાં બેઠક યોજાઇઃ તમામ વિભાગને પોતાના લોકાર્પણ ખાતમુહર્તના લીસ્‍ટો આપવા આદેશો : મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ -નાસ્‍તો-પીવાના પાણી-બેઠક વ્‍યવસ્‍થા-પાકિઁગ અંગે કમીટી ગોઠવાઇ


 

રાજકોટ તા.૨: રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની આગામી પાંચ જૂનના રોજ રાજકોટ ખાતે સંભવિત મુલાકાતના આયોજન અંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન, નાગરિક અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કાર્યક્રમના આયોજન સંબંધી વિગતો મેળવતા ઉપસ્‍થિત અધિકારીઓને જણાવ્‍યું હતું કે મુખ્‍યમંત્રીના હસ્‍તે શુભારંભ થનારા વિવિધ વિકાસ કામોનો મહત્તમ લાભ સામાન્‍ય નાગરિકો સુધી પહોંચે, તે માટે રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ છે.

કલેકટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્‍યું હતું કે કાર્યક્રમ અંતગર્ત મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે જેટકો- પાણીપુરવઠા-મહાનગરપાલિકા-સ્‍પોર્ટસ વગેરે વિભાગોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેના સુચારુ આયોજન અંગે ઉપસ્‍થિત અધિકારીઓને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, આમંત્રણ પત્રિકા, પીવાના પાણી, બેઠક વ્‍યવસ્‍થા અને ર્પાકિંગ તથા અન્‍ય આનુષાંગિક કામો અંગે ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી તૈયારીઓ સત્‍વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સિંચાઇ, વન, રમત-ગમત, પોલીસ, જેટકો, પાણી પુરવઠા, સેનિટેશન વગેરે સંલગ્ન વિભાગોના અધિકારીઓને સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પોતાની કામગીરીનું ચુસ્‍ત આયોજન કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, સંસદસભ્‍યશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી દર્શિતાબેન શાહ, અગ્રણીશ્રી માધવ દવે તેમજ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી મહેશ જાની, આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટર શ્રી મહેક જૈન, નિવાસી અધિક કલેક્‍ટર શ્રી ગૌતમ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછાર, રૂડાના સીઈઓ શ્રી જી. વી. મિયાણી, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી દિલીપ સિંહ વાળા તથા શ્રી ઇશિતા મેર, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, વાહન વ્‍યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ, આયોજન અધિકારી શ્રી નીતિન ટોપરાણી, પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:59 AM IST)