<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

B ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ કથળ્‍યું! ૯૦% બેઠકો ખાલી

બહુ ગાજેલા જીકાસનો ફીયાસ્‍કોઃ ગુજરાતમાં ૪.૭૧ લાખ બેઠકોમાં ૬૧ હજાર છાત્રોનો પ્રવેશ કન્‍ફર્મ : ‘‘જીકાસ''ના પ્રથમ રાઉન્‍ડમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની કુલ ૮૬૮૦ર બેઠકોમાંથી પપ૦૯૦ ઉપર પ્રવેશ કાર્યવાહી પરંતુ માત્ર ર૯૩૪ છાત્રોએ પ્રવેશ કન્‍ફર્મ કરાવ્‍યોઃ ખાનગી યુનિવર્સિટીને છુટા દૌરનું પરિણામ * ઉચ્‍ચ શિક્ષણમાં ઉહાપોહ

 

રાજકોટ તા. રઃ છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ‘‘જીકાસ'' દ્વારા સરકારી યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સતત બીજા વર્ષે પણ ‘‘જીકાસ''નો ફીયાસ્‍કો થયો હોય તેમ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ અંગે ભારે ઉદાસીનતા જોવા મળી છે. માત્ર ૧૮ થી ર૦% વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાની કાર્યવાહીમાં રસ દાખવ્‍યો છે.

ગુજરાત રાજયની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે હાલ ‘‘જીકાસ'' દ્વારા પ્રવેશના પહેલા રાઉન્‍ડની કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કુલ ૮૬૮૦ર જગ્‍યા માટે પપ૦૯૦ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાં માત્ર ર૯૩૪ છાત્રોએ જ પ્રવેશ કન્‍ફર્મ કરાવતા ઉચ્‍ચ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સ્‍તબ્‍ધ થઇ ગયા છે.

ગુજરાત રાજયની તમામ ૧૩ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજમાં કુલ ૪,૭૧,૭૧૦ બેઠકો છે. જેમાં કુલ ૩,૮૧,૦૪૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્‍યા હતા. જેમાંથી પ્રવેશ કન્‍ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા માત્ર ૬૧પ૪૦ છે.

‘‘જીકાસ'' દ્વારા પ્રવેશ કાર્યવાહીના અતિ નબળા પ્રતિસાદ અને ખાનગી યુનિવર્સિટીઓને છૂટો દૌરની નીતિથી ઉચ્‍ચ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ વ્‍યાપ્‍યો છે. ‘‘જીકાસ'' દ્વારા પ્રવેશ કાર્યવાહીમાં માત્ર ૭પ% બેઠકો ખાલી રહેતા તા. ૩ થી પ્રવેશ માટે બીજા રાઉન્‍ડની જાહેરાત કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલ પ્રથમ રાઉન્‍ડના અંતે બેઠકો ખાલી રહી છે. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ૮૬૮૦ર બેઠકો છે. જેમાંથી પપ૦૯૦ બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી હાથ ધરતા માત્ર ર૯૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્‍ફર્મ કરાયો છે. છેલ્લી સ્‍થિતિએ ૯૦ % કોલેજોમાં બેઠકો ખાલી રહી છે.(૭.ર૦)

(4:34 PM IST)