<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

લાપાસરી પાસે ખાણમાં પડેલ વૃધ્‍ધાને હેમખેમ બહાર કઢાયા : ફાયર શાખા દ્વારા રેસ્‍કયુ

રણુજા મંદિર સામે ૪૦-૫૦ ફુટ ઊંડી ખાણમાં પાણી પણ ભરાયેલું હતુ

રાજકોટ, તા.૨: શહેરના લાપાસરી રોડ પર ૪૦-૫૦ ફૂટ ઊંડી ખાણમાં પડી ગયેલ વળધ્‍ધાને મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખાની ટીમ દ્વારા બચાવી લેવામાં આવતા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને ડેપ્‍યુટી કમિશનર મનીષ ગુરવાનીએ ફાયર બ્રિગેડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી.

 આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મોડી રાત્રે જયારે રાજકોટવાસીઓ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં ત્‍યારે શહેરના એક ખૂણે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઈમરજન્‍સી શાખાના જાંબાઝ મરજીવાઓ એક વયોવળદ્ધ મહિલાની જિંદગી બચાવવા સખત પરિશ્રમ કરી રહ્યા હતાં. આ ઘટના બની હતી તા.૩૧ના રાત્રે ૧૨:૩૦ વાગ્‍યા આસપાસ. ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગને સંજયભાઈ નામક નાગરિક તરફથી એક ફોન કોલ મળે છે અને ઊંડી ખાણમાં એક વળધ્‍ધ મહિલા સંઘર્ષ કરી રહ્યા હોવાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો એક પળનો પણ વિલંબ કર્યા વગર સ્‍થળ લાપાસરી રોડ પર સ્‍થિત રણુજા મંદિરની સામે અંદાજિત ૪૦ થી ૫૦ ફૂટ ઊંડી ખાણ પાસે ઘટના સ્‍થળે પહોંચે છે અને પછી શરૂ થાય છે દિલધડક રેસ્‍કયુ ઓપરેશન. આ ઊંડી ખાણમાં પડી ગયેલા આશરે ૫૦ થી ૬૦ વર્ષના વળધ્‍ધાને ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા તાત્‍કાલિક રેસ્‍કયુ કરી બચાવી લેવાયા હતા. વળધ્‍ધાને બહાર કાઢી ૧૦૮ની ટીમ મારફત સિવિલ હોસ્‍પિટલ ખાતે તપાસ માટે મોકલવામાં આવ્‍યા હતા.

રાત્રે ૧૨:૩૦ કલાકે આ ઘટનાની જાણકારી મળતાં જ કોઠારિયા ફાયર સ્‍ટેશનથી તાત્‍કાલિક ગણતરીની મિનિટમાં જ ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખાની રેસ્‍કયુ ટીમ રણુજા મંદિરની સામે, લાપાસરી રોડ પર ઇંટોના ભઠ્ઠા પાસેના સ્‍થળ પર પહોંચી હતી. આ સાથે જ પોલિસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. આશરે ૫૦ થી ૬૦ વર્ષના માજી શ્રી જોશનાબેન ખોડાભાઈ ભલગામા ૪૦ થી ૫૦ ફૂટ ઊંડી ખાણમાં પડી ગ્‍યા હતા. ખાણમાં પાણી પણ ભરાયેલું હતું. ખાણ ઊંડી હોવાને કારણે તાત્‍કાલિક ફાયરની ટીમે રસ્‍સા (દોરડા)ની મદદથી રેસ્‍કયુ ઓપરેશન શરૂ કર્યું હતું અને માજીને સહીસલામત બહાર કાઢયા હતા. આ વળદ્ધા લગભગ ચારેક કલાક સુધી પાણીમાં રહ્યા હોવાને કારણે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી વળધ્‍દ્ધાને તપાસ માટે સિવિલ હોસ્‍પિટલ મોકલી આપ્‍યા હતા.ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખાના સ્‍ટાફ લિ.ફા. રવજીભાઈ સોલંકી, ફા.ઓ. વિક્રમભાઈ ચોસલા, લીલેશભાઈ પરમાર, પારસભાઇ હઠીલા, પિયુષભાઈ મેર, મેહુલભાઈ ચિહલા, હસમુખભાઈ મેણીયા, રવિન્‍દ્રસિંહ ચાવડા, અર્જુનભાઈ ભરવાડ, મેહુલભાઈ ડાભી, ટ્રેનર અશ્વિનભાઈ મહેરીયા અને હિતેષભાઇ લીલાણી દ્વારા રેસ્‍કયુ કરવામાં આવેલ.

દરમ્‍યાન આ સફળ રેસ્‍કયુ ઓપરેશન બદલ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને ડેપ્‍યુટી કમિશનર  મનીષ ગુરવાનીએ ફાયર બ્રિગેડની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી.(૨૩.૨૫)

(4:34 PM IST)