News of Tuesday, 3rd June 2025
મનપાના ૮ અધિકારી-કર્મચારીઓ વયનિવૃતઃ સન્માન કરાયું

રાજકોટઃ મહાનગરપાલિકામાં મે-૨૦૨૫માં નિવળત થયેલ ૦૮ અધિકારી-કર્મચારીઓને મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવળત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તેવું કમિશનર દ્વારા સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે. મે-૨૦૨૫માં (૧) બાંધકામ શાખાના એડી. આસી. એન્જી. સિવિલ શ્રી રવાની રણજીત નારણભાઈ, (૨) ફાયર બ્રિગેડ શાખાના ક્લીનર શ્રી ઝંઝ્વાડીયા ભગવાનજીભાઈ છગનભાઈ, (૩) ફાયર બ્રિગેડ શાખાના ડ્રાઈવર રાવલ લલીતકુમાર મગનલાલ, (૪) JNNURM ના આસી. ટાઉન પ્લાનર સોંડાગર હરેશકુમાર મકનજીભાઈ, (૫) સુરક્ષા શાખાના સિકયુરિટી ગાર્ડ શ્રી વસોયા ઉકાભાઈ છગનભાઈ, (૬) ટેક્સ શાખાના વોચમેન જોષી ધીરેનભાઈ જાગનાથભાઈ, (૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ચૌહાણ રાણાભાઈ હમીરભાઈ અને (૮) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ઘાવરી ભાનુબેન ટપુભાઈ નિવળત થયેલ છે. નિવળત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી.પરેશ અઢીયા, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, મેનેજર નીરજ વ્યાસ તથા સંબંધિત શાખાધિકારીઓના હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.
(2:22 PM IST)










