<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

શુક્રવારથી શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહોત્સવ

ભારતીય સંસ્‍કૃતિની પરંપરા, ભકિતભર્યા વાતાવરણમાં મનની શાંતી એટલે દિવ્‍ય મંદિર... : શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્‍ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળીમા, ખોડીયારમા, આશાપુરામા, દિશાના દેવો, રૂષિમુનીઓની મુર્તિઓની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા કરાશેઃ શનિવારે સાંજે ભવ્‍ય શોભાયાત્રા

કોઠારીયા રોડ પરના શ્રી નટેશ્વર મહાદેવ મંદિરના મહોત્‍સવ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી મનોજભાઇ મારૂ, સુરૂભા જાડેજા, અરૂણભાઇ નિર્મળ, કૌશિકભાઇ ટાંક, જયેશભાઇ જાની, ધ્રુવભાઇ કુંડલે, ગૌતમભાઇ ગૌસ્‍વામી, સુરેશભાઇ ડોડીયા, દિનેશભાઇ મોલીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૩: રાજકોટના કોઠારીયા કોલોની ૮૦ ફૂટ રોડ, શેઠ હાઇસ્‍કૂલની બાજુમાં આવેલા શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે શ્રી નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્વારા શ્રી નટેશ્વરધામ મહોત્‍સવ તા.૬થી૮ જુન સુધી યોજાશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, શ્રી નટેશ્વર મહાદેવની અસીમ કૃપાથી તેમજ ભારતીય સંસ્‍કૃતિની પરંપરા અનુસાર ભકિતભર્યા વાતાવરણમાં મનની શાંતી એટલે દિવ્‍ય મંદિર કે જયા જીવ-શિવ અભિમુખ બને અને સોૈ વધુ ધર્માનુરાગી બને તેમ સોૈમાં શિવતા પ્રગટે એવા મંગલ હેતુ થી શ્રી નટેશ્વરધામ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

જેમાં શિવ પરિવાર, રામ પરિવાર રાધાકૃષ્‍ણ દેવ, હનુમાનજી મહારાજ, મહાકાળીમાં, ખોડીયારમાં, આશાપુરામાં, દિશાના દેવો રૂષિમુનીઓની મુર્તિઓના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશે.

શાસ્‍ત્રોકત વિધી વિધાન પ.પૂ. આચાર્ય શાસ્‍ત્રી શ્રી હર્ષદભાઇ જે. જોષી તથા પ.પૂ. ઉપાચાર્યશ્રી કિરટીભાઇ ભટ્ટ કરાવશે.

તા.૬ ને શુક્રવારથી તા.૮ ને રવિવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. તા. ૭ ના દ્વીતીય દિવસે સવારે ૭-૩૦ થી ૧-૩૦ પૂજા-જળયાત્રા સહીતની વિધિ તેમજ સાંજે ૪-૩૦ થી ૬ સુધી ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. જે નટેશ્વર મંદિરેથી પ્રારંભ થઇ સોરઠીયાવાડી ચોક, પવનપુત્ર ચોક, ભકિતનગર સર્કલ થઇ નટેશ્વર મંદિરે પરત ફરશે. તા. ૮ ના રવિવારે સવારે ૩ થી સાંજે ૬ સ્‍થાપત્‍ય દેવ હોમ સહીતની વિધી કરાશે.  શ્રી નટેશ્વર મહોત્‍સવ અંતર્ગત ભોજન-મહાપ્રસાદ સાંજે ૬:૩૦ વાગ્‍યે યોજાશે.

આ ધાર્મિક કાર્યમાં દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ઉપસ્‍થિત રહેવા શ્રી નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્‍યું છે.

મહોત્‍સવને સફળ બનાવવા શ્રી નટેશ્વરધામ કમિટીના સુરૂભા જાડેજા મનોજભાઇ મારૂ વિરભદ્રસિંહ જાડેજા, દિવ્‍યેશ અગ્રાવત, ચેતનભાઇ સોલંકી, સંદિપભાઇ પટેલ, સાગરભાઇ રાઠોડ, રવિભાઇ રાઠોડ, રવિભાઇ રાઠોડ,ગોવિંદપરી ગોસ્‍વામી, દિનેશભાઇ પટેલ, ઉપમન્‍યુભાઇ ભટ્ટ, નરેન્‍દ્રસિંહ જાડેજા, મહેન્‍દ્રભાઇ ધોરેચા, દિપકભાઇ રાઠોડ, હર્ષિતભાઇ રાઠોડ, પ્રવિણભાઇ પેન્‍ટર, સુરેશભાઇ ડોડીયા, રવિરાજસિંહ જાડેજા, રતીલાલભાઇ મહેતા, દિલિપભાઇ જોષી, ઘનશ્‍યામસિંહ જાડેજા, રશ્‍મીનભાઇ કાચા, રાજુભાઇ કાચા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, અંકિતભટ્ટ (એડવોકેટ) વિકકીભાઇ, જીગાભાઇ રણજીતસિંહ સરવૈયા, દેવેન્‍દ્રભાઇ જાંજલ નિલયભાઇ તાલપરા, ભરતસિંહ જાડેજા, હિમાંશુ અનંત (આર્કિટેક) નટવરસિંહ સરવૈયા, મીલનભાઇ સોલંકી, જયરાજસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા દિલીપભાઇ સોલંકી સહિતના જહેમત ઉઠાવે છે.

વધુ વિગત માટે શ્રી નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટના મો. ૯૮૨૫૩ ૦૫૬૫૬ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે. (૬.૧૪)

પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં

સંત સમુદાય ઉપસ્‍થિત રહીને આશીર્વાદ પાઠવશે

રાજકોટ, તા. ૩: શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે આયોજીત પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં સંતો ઉપસ્‍થિત રહીને આર્શિવાદ પાઠવશે. જેમાં પ.પૂ.શ્રી સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી (મહાસચિવ તથા સંયોજક, હિન્‍દુધર્મ આચાર્યસભા), પ.પૂ. શ્રી બ્રહ્મતીર્થ સ્‍વામી (બીએબીએસ સ્‍વામિ. મંદિર), પ.પૂ. શ્રી દેવકૃષ્‍ણ સ્‍વામી (ગુરૂકુળ, રાજકોટ), પ.પૂ. શ્રી રાધારમણ સ્‍વામી (મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિર, રાજકોટ), પ.પૂ. શ્રી યતી બ્રહ્મદેવજી મહારાજ (કુવાડવા), પ.પૂ. શ્રી શ્રધ્‍ધાનંદગીરી મહારાજ (મહામંડલેશ્વર, ધોરાજી), પ.પૂ. શ્રી વિવેકસાગર સ્‍વામી (બાલાજી મંદિર, રાજકોટ), પ.પૂ. શ્રી ત્‍યાગવલ્લભ સ્‍વામિ (આત્‍મીય કોલેજ, રાજકોટ), પ.પૂ. શ્રી મહેન્‍દ્રનંદગિરીજી મહારાજ જગતગુરૂ ગર્ગાચાર્ય પિઠાધિશ્વર શ્રી પંચનામ અખાડા (મુચકુંદ ગુફા જુનાગઢ) ઉપસ્‍થિત રહેશે.

રાજકીય-સામાજીક ધુરંધરો હાજરી આપશે

રાજકોટ, તા.૩: શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે આયોજિત ધર્મોત્‍સવમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ રાજવી પરિવારના માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા,ગુજરાત ભા.જ.૫.ના મહામંત્રી ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ગુજરાત રાજયના મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્‍યો  રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, ગુજરાતના પૂર્વમંત્રીઓ ગોવિંદભાઈ પટેલ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મરક્ષક પરિષદના રાજકોટના ગૌતમભાઈ ગોસ્‍વામી, શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન કિરીટભાઇ પાઠક, ચોટીલા આપાગીગા ઓટલાના પૂ. નરેન્‍દ્રબાપુ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રા.મ્‍યુ.કો.ના દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે,ભાજપ શહેર મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, વિનુભાઈ ઘવા, રાજુભાઈ જેઠવા (વડલીવાળા મેલડી માતાજી, બાબરા), RBP ઇલેકટ્રીક વાળા રોહિતભાઇ પરમાર, પ્રમુખ V.H.P. શાન્‍તુભાઇ રૂપારેલીયા,આર.એસ.એસ.  નરેન્‍દ્રભાઈ દવે, બોલબાલા ટ્રસ્‍ટના જયેશભાઈ ઉપાઘ્‍યાય ચમત્‍કારી હનુમાનજી મંદિરના કાર્યકારી પ્રમુખ ગીરીરાજસિંહ બળવંતસિંહ રાઠોડ, ચમત્‍કારી હનુમાનજી મંદિરના પ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ ભગતભાઈ, સામાજીક કાર્યકર શીવલાલભાઈ બારસીયા, હિતેષભાઈ રાઠોડ, યાદવ ઇલેકટ્રીકવાળા વસંતભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, બેસ્‍ટ ટેઇલરના જીતુભાઈ પીઠડીયા, રામજીભાઈ ગજેરા (સીતારામ ડેરી ફાર્મ-ગવરીદળ), શ્રી રીંકલભાઈ જેન્‍તીભાઈ પાનસુરીયા (R.B.S.P.V.D. કોટીંગ), ડુનેકસ આર્ટીકેચરલ પ્રા.લી. કિશોરભાઈ ખંભાયતા, વિકાસ ડેરી, રાજકોટ  દિનેશભાઈ મોલીયા, રાધીકા રેસ્‍ટોરન્‍ટ મનસુખભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સદસ્‍ય હસમુખભાઈ અજાણી સહિતના ઉપસ્‍થિત રહેશે.

(3:54 PM IST)