<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

એસ.ટી. બસમાં આગ ન લાગે તેવી આધુનિક સિસ્‍ટમઃ દર મહિને નવી ૨૦૦ બસનું લોકાર્પણ

માર્ગ વાહનવ્‍યવહાર નિગમ નવી ૧૯૦૦ બસ ખરીદશેઃ પ્રત્‍યેકની કિંમત ૩૫ થી ૪૦ લાખ

રાજકોટ તા.૩: ગુજરાત રાજય માર્ગ વાહનવ્‍યહાર નિગમ દ્વારા ગયા વર્ષના રાજયના બજેટમાં મંજુર થયા મુજબ  કંપનીઓને નવી આધુનિક સુવિધાપૂર્ણ બસ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્‍યો છે.  તે તબક્કાવાર મળવા લાગતા મુસાફરોની સેવામાં મૂકાશે.

સરકારી સુત્રોના જણાવ્‍યા મુજબ એસ.ટી. નિગમ સમયાંતરે જુની બસનો નિકાલ કરી નવી બસ  લોકસેવામાં મૂકે છે. ૮ લાખ કિ.મી. ચાલી ગયેલી બસને સેવામાંથી પરત ખેચવામાં આવે છે. સરકારની મંજુરી મુજબ એસ.ટી. નવી ૧૯૦૦ બસ બનાવશે.

જુન મધ્‍યેથી દર મહિને ૨૦૦-૨૦૦ બસ કંપનીઓ તરફથી નિગમને સોપવામાં આવશે નિગમ દ્વારા આ નાની-મોટી બસ રાજયમાં જરૂરિયાત મુજબ અલગ-અલગ વિસ્‍તારોમાં દોડાવવામાં આવશે દરેક બસની કિંમત રૂા. ૩૫ થી ૪૦ લાખ અંદાજવામાં આવે છે. કંપની તરફથી નવી બસ મળતી જશે તેમ મુસાફરોની સેવામાં મુકાતી જશે. બસને આગ લાગવાથી બચાવતી ફાયર ડીટેકશન એન્‍ડ સપે્રશન સિસ્‍ટમ અત્‍યાર સુધી અમૂક બસમાં જ હતી. હવેથી નવી બનતી તમામ આ સિસ્‍ટમથી સજ્જ હશે બસને આગ લાગવાની સંભાવના ટળવાથી મુસાફરોની સલામતીમાં વધારો થશે. ઉપરાંત બસના તમામ (હીલ આધુનિક ઢબના હશે. જેના કારણે મુસાફરોને મુસાફરી દરમિયાન લાગતા આંચકા હળવા થઇ જશે. એસ.ટી. નિગમ આધુનિકરણના માર્ગે આગેકદમ સાથે મુસાફરોને શ્રેષ્‍ઠ સુવિધા આપવા પ્રયત્‍નશીલ છે.

એસ.ટી. નિગમ દ્વારા ૨૩૦૦ કંડકટરોને નિમણૂક અપાશે

રાજકોટ તા.૩: ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ દ્વારા ૨૩૦૦ જેટલા કંડકટરોની ભરતી માટે પ્રક્રિયા ચાલી હી છે. પસંદ થયેલા ઉમેદવારો દ્વારા સ્‍થળ પસંદગી આપવામાં આવી રહી છે.

સ્‍થળ પસંદગી પ્રક્રિયા તા.૪ જુન સુધી ચાલશે. વહીવટી કામગીરી પૂર્ણ થયા બાદ નવા કંડકટરોને ટુંક સમયમાં  નિમણૂક પત્ર આપવામાં આવશે ઉપરાંત ૩૦૩૪ ડ્રાઇવરની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે.

(4:05 PM IST)