<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

‘રાહુ અને કેતુ નું રાશિ પરિવર્તન' રાહુ કુંભમાં કેતુ સિંહ રાશિમાં

 

(તા. ૧૮-૦પ-ર૦રપ)

બ્રહ્માંડમાં બાર ગ્રહો ને સ્‍થાન આપેલ છે. રાહુ અને કેતુ જે ગ્રહો ન હોવા છતા પણ વ્‍યકિત ના જીવન પર અને બ્રહ્માંડ પર ખુબ જ પ્રબળ અસર કરે છે. રાહુ અને કેતુ બન્ને હંમેશા ૧૮૦ ડિગ્રી પર રહે છે. રાહુ માથુનો ભાગ છે જયારે કેતુ ધડ એટલે શરીરનો ભાગ છે. સમુદ્ર મંથન વખતે શ્રી હરિ વિષ્‍ણુના ચક્રથી અમૃત પાન કર્યા બાદ વધ થતા શરીરના બે ટુકડા થયેલ હોવા છતા અલગ અલગ સામ સામી દિશામાં જીવીત અને અમરતા પામેલ છે.

જેઓની કુંડલીમાં રાહુ બળવાન હોય છે તેઓ હંમેશા ઓછી મહેનતે સફળતા મેળવે છે અને લકઝરીયસ લાઇફ જીવે છે. જયારે કેતુ ના બળવાન હોવાથી વ્‍યકિત ખુબ જ આધ્‍યાત્‍મિક ભાવ વાળો હોય છે. ‘સીમ્‍પલ લીવીંગ હાઇ થીંકીગ' વાળા વ્‍યકિતઓનો કેતુ બળવાન હોય છે વ્‍યકિતના જીવનના ચડાવ ઉતારનું કારણ રાહુ કેતુ હોય છે. જન્‍મ કુંડળીમાં ચંદ્રથી જન્‍મ લગ્નથી રાહુ ત્રીજે-છંઠે-દશમે અને અગ્‍યિારમે શુભ ફળ આપે છે. નવમાં સ્‍થાને પણ અનુકુળતા વાળુ ફળ અપાવે છે.

ત્રીજા સ્‍થાને રહેલ રાહુ આત્‍મવિશ્વાસ વધારે છે તો છઠુ રહેલ રાહુ હરિફો ઉપર વિજય અને વર્ચસ્‍વ વધારે છે. નવમાં સ્‍થાને ચંદ્ર કુંડળી મુજબ નો રાહુ ૩૬ થી ૪ર ભાગ્‍યોદય કરવે છે અને જીવનમાં મોટા પરિવર્તન પણ કરાવે છે.

જયારે બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્‍ચે આવેલ હોય ત્‍યારે કાલસર્પ યોગ નિર્માણ થાય છે જેમાં ઉતમ રાજયોગ અને સફળ જીવન અપાવે છે. કાલસર્પ યોગ નુકશાનકારક છે તેમ બીલકુલ નથી આ બાબતે અંધશ્રધ્‍ધાથી દુર રહેવું જન્‍મના બીજા ગ્રહોની સ્‍થિતી પણ મહત્‍વનો ભાગ ભજવે છે. દશમે રાહુ વ્‍યકિતને રાજયોગ અપાવે છે રાજકારણમાં વર્ચસ્‍વ વધારે છે પોતાના ધંધા વ્‍યવસ્‍થા નોકરીમાં પોતાના ફિલ્‍ડમાં આગવું  સ્‍થાન આગવી ઓળખ અપાવે છે. ન ધારેલ લાભો અચાનક મળે છે.

જન્‍મકુંડલીમાં ચોથા, આઠમાં અને બારમાં સ્‍થાને રાહુ મોટા ભાગે સંઘર્ષ મય જીવન અપાવે છે. તકલીફો અને પરિશ્રમ વધુ કરાવે છે પરંતુ હંમેશા એવું નથી બીજા ગ્રહોની સ્‍થીતી અને રાહુ-કેતુની બીજા ગ્રહો સાથેની યુતિ પણ મહત્‍વનો ભાગ ભજવે છે. શનિદેવની જેમ જ કર્મફળ પણ ધ્‍યાને લેવુ અને જન્‍મના રાહુ-કેતુ અને ગોચર ના ગ્રહો ના આધારે ફળકથન લેવું.

મેષ રાશિ (અ. લ. ઇ.)

 

 આપને માટે રાહુ કેતુનું આ ભ્રમણ અનુકુળતા લાવી રહ્યુ છે. ન ધારેલ સફળતા અને રાહતનો અહેસાસ થવાનો છે. શેર સટ્ટામાં જન્‍મના ગ્રહો જો અનુકુળ હશે તો ખુબ જ સારો લાભ મળશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થશે. લાલચથી દુર રહેવું માયાજાળમાં ફસાતું નહિ. જુના ફસાયેલા નાણા છૂટ્ટા થઇ શકશે. વિદેશ વસતા મિત્રો સગા-સંબંધીઓ તરફથી લાભ મળે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. વધુ પડતી મહત્‍વાંકાંક્ષાઓને કાબુમાં રાખવી. જન્‍મનો સૂર્ય જો રાહુના કનેકશનમાં હશે તો વધુ મહેનતે સફળતા અપાવશે. વ્‍યવહારીક અભિગમ અપનાવશો તો લાભ રહેશે. સગાઇ-લગ્ન સંતાનો અંગેના પ્રશ્નો સોલ્‍વ થશે. જમીન મકાનના પ્રશ્નોમાં અનુકુળતા.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

 

રાહુનું આ રાશિ પરિવર્તન દર અઢાર વર્ષે આપના જન્‍મના આ સ્‍થાનથી થઇ રહેલ છે. આ સમય આપના માટે ઉત્તમ રહેવાનો છે. પરંતુ ઉતાવળા નિર્ણયો લેવા નહિં. નોકરી ધંધામાં આ સમય અનુકુળતા વાળુ રહેવાનું છે. કોઇ નવું સાહસ કરવાની ઇચ્‍છા ફળવાની છે. ધાર્મિક કાર્યો, હવન, યજ્ઞ, કથા, સપ્તાહ મોટા પાયે કરવાની આપની ઇચ્‍છા, પુર્ણ થશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા થશે. આપને રાજકારણમાં આગળ વધવુ હશે. તો અનુકુળતા રહેશે. વેપારમાં નવી એજન્‍સીની ઓફર મળે. કેમિકલ્‍સ ઇલેકટ્રોનિક કે દેશી દવાના વ્‍યવસાયમાં લાભ મળે. સમાજમાં માન મોભો વધવાનો છે. જન્‍મના સૂર્ય કે ગુરૂ રાહુના કનેકશનમાં હોય તો આપને કોઇનો વધુ પડતો વિશ્વાસ કરવો હિતાવહ નથી. જમીન-મકાનના નિર્ણયો ટાળવા, વ્‍યર્થ ખર્ચ ટાળવો નાણા બચત ખાસ કરવાની સલાહ છે.

 

 

મિથુન (ક.છ.ઘ.)

 

 

રાહુ - કેતુનું આ ભ્રમણ આપના જીવનમાં ખુબ ૮ પરિવર્તન લાવે છે. વડિલોપાર્જીત મિલ્‍કતથી લાભ મલે. મિલ્‍કતને લગતા બીજા કોઇ પ્રશ્‍નોમાં આવતા અવરોધો દુર થશે. મોેસાળ પક્ષ સાથેના સંબંધોમાં સુધારો થશે કે કોઇ લાભ મલે, સુમેળ વધે. લગ્ન ઇચ્‍છુકોને માટે આ સમય અનુકુળતાવાળો રહેશે. મનગમતી વ્‍યકિત સાથેના લગ્નની ઇચ્‍છા ફળે. સાહસવૃતિમાં વૃધ્‍ધિ થાય. જન્‍મના સાહસવૃતિમાં વૃધ્‍ધિ થાય. જન્‍મના સૂર્ય - ગુરૂ બળવાન હશે તો આ સમય ઉત્તમ રહેશે. વિદેશ જવાની ઇચ્‍છા થાય પણ અનુકુળતા આવે નહિ. જન્‍મના ગુરૂ કે સૂર્ય બળવાન હશે તો લાભ વધુ રહેશે અને નબળા થઇને રાહુના કનેકશનમાં આવતા હશે તો તે સમય ધ્‍યાન રાખવા જેવો રહેશે. પક્ષીઓને ચણ અને પાણીની વ્‍યવસ્‍થા કરવી ૐ નમઃ શિવાયના જાપ કરવા.

કર્ક રાશિ (ડ. હ)

 

 

ગોચરનો આ રાહુ - કેતુ સામાન્‍ય સંજોગોમાં તકલીફ આપતા હોય છે. સ્‍વાસ્‍થ્‍ય અંગે પ્રશ્‍નો ઉભા કરતા હોય છે. પરિક્ષાઓ લેતા હોય છે. અચાનક નાણાકિય લાભ પણ અપાવે છે. ઉચ્‍ચ હોદ્દો સરકારી કાર્યોમાં અણધાર્યા કાર્યોમાં સફળતા અપાવે છે. ગેસ, એસીડીટી, પેટને લગતા પ્રશ્‍નો ઉભા કરે છે. રાહુ કેતુના આ સ્‍થાનના લાભાલાભ જોવા માટે ખાસ આપના જન્‍મના ગ્રો અને રાહુ કેતુનું સ્‍થાન તથા તેનુ કનેકશન જોવું ખુબજ જરૂરી છે. હંમેશા રાહુ - કેતુ આ સ્‍થાને તકલીફો આપે છે તેવુ નથી. આ સમય દરમ્‍યાન આપની મહત્‍વાકાંક્ષાઓ વધવાની છે. આપની ઇચ્‍છા નોકરી ધંધામાં જોખમ લેવાની પ્રબળ બનશે, જેના લીધે પરિવારથી દૂર થવાની શકયતાઓ ઉભી થઇ શકે છે. સમય નબળો અને પરિશ્રમ કરાવનારો રહેશે પરંતુ બીજા ગ્રહોની ચાલ મદદ કરતા રહેશે. શેર સટ્ટાથી દૂર રહેવુ. ૐ નમઃ શિવાયના જાપ કરવા. પશુપંખીઓ માટે પાણીની વ્‍યવસ્‍થા કરવી.

સિંહ રાશિ(મ.ટ.)

 

રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો સમય આપને માટે ખાસ રહેશે આપના જન્‍મના ગ્રહો અને કર્મો આપને ફળ આપશે. લગ્ન જીવનમાં ગેરસમજો ઉભી થાય જીવનસાથીના સ્‍વાસ્‍થ્‍ય બાબતે ચિંતા રહે, કોઈ મોટી તકલીફનો સામનો રહેશે. જન્‍મના શુક્ર સાથે રાહુનું કનેકશન થતુ હશે તો વિજાતીય મિત્રતા ગાઢ બની શકે છે. ભાગીદારી વ્‍યવસાયમાં નવા ફેરફારો ન કરવા. નવી ભાગીદારી શરૂ કરવી નહી. સગાઈ-લગ્નના કાર્યો ટાળવા. નવી ખરીદી કિંમતી વસ્‍તુ જેમકે સોના-ચાંદી મકાન, ઓફીસ અંગે ધ્‍યાન રાખવું.

ફ્રોડ થવાની શકયતા છે જૂના ફસાયેલા નાણા છૂટા થશે. વિચારવાયુ તનાવને દૂર રાખવા યોગા, મેડિટેશન કરવું કાલ્‍પનિક ભય સતાવે, ચેરીટી - દાન કરતા રહેવું. ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ઘર સજાવટની લકઝરી વસ્‍તુ ખરીદી શકો.

કન્‍યા રાશિ(પ.ઠ.ણ.)

 

રાહુ-કેતુનું પરિવર્તન આપને શુભ રહેશે. આત્‍મવિશ્‍વાસ વધારશે. જૂના પ્રશ્‍નોનો હલ થશે તેનું સારૂં યોગ્‍ય અને આપને ગમતું નિરાકરણ મલવાનું છે. હિતશત્રુઓ પર વિજય મેળવશો. મોસાળથી કોઈ લાભ થશે બગડેલા સંબંધોમાં સુધારો થશે. નોકરી વ્‍યવસાયમાં પ્રમોશન વૃધ્‍ધિ થવાની છે. આપની મહેનતને પ્રશંસા મલવાની છે.

કાનુની પ્રશ્‍નોમાં અનુકુળતા રહેશે. જન્‍મના સૂર્ય-ગુરૂ સાથે કનેકશન થતુ હશે તો થોડા અવરોધો ઉભા થશે. મિત્રોનો સહકાર સારો રહે. નવી મિલ્‍કત કિંમત ચિજ વસ્‍તુની ખરીદી કરી શકશો. ધાર્મિક કાર્ય પાછળ ધન ખર્ચ થવાની શકયતા - યજ્ઞ, યાત્રા, કામ વગેરે કાર્યમાં સફળ થશો. વડિલોના સ્‍વાસ્‍થ્‍ય અંગે જાળવવું. ગાયને રોજ ગોળ રોટલી આપવી.

તુલા (ર.ત.)

 

આ સમય આપના માટે પરિવર્તન વાળો રહે. નાણાની અવર-જવર બેલેન્‍સડ રહેશે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય. દરિયાકિનારે મુસાફરીના યોગ બને છે. શેર સટ્ટામાં જન્‍મના ગ્રહો મુજબ લાભ રહેશે. નોકરીમાં પ્રમોશનના ચાન્‍સીસ રહે પણ સાથે વધુ જવાબદારીઓ અને મુશ્‍કેલીઓ પણ આવે. હિતશત્રુઓથી ચેતતા રહેવું કોઇની વાતમાં આવવું નહિ. આપની બુધ્‍ધિ પ્રતિભાને વધુ મહત્‍વ આપીને જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું. આપના સાહસો આપને સફળતા અપાવશે અને આપની બુધ્‍ધિપૂર્વકના નિર્ણયો આપનું ભવિષ્‍ય નકકી કરશે. ભાગ્‍યોદયની તક પ્રાપ્ત થશે. પરિવારનો સાથ સહકાર સારો રહેશે. દરરોજ સુર્યદેવને ગુલાબ નાખેલ જળથી અર્ધ્‍ય આપવાની લાભ રહેશે.

વૃヘકિ (ન.ય)

 

આ સમય દરમ્‍યાન આપને જણાવવાનું છે. આપને આપની મહત્‍વાકાંક્ષાઓ પર કાબુ રાખવાની સલાહ છે. જુના કર્જના પ્રશ્‍નોનું નિરાકરણ કરવું પડશે. કાનુની પ્રશ્‍નો ટાળવા. મિલ્‍કત લે-વેચના પ્રશ્‍નોને સમજી વિચારીને કરવા બને ત્‍યાં સુધી ટાળવાની સલાહ છે. થોડી ઉદાર મનોવૃતિ રાખવાથી લાભ. વડિલોના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા રહેશે. વિદેશથી કોઇ નોકરી વ્‍યવસાયથી જોડાઇ શકો.

ઇમ્‍પોર્ટ એકસપોર્ટના કાર્યમાં લાભ. આપની સાહસીકતામાં વધારો થશે. માતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા રહે. વિવાદ ઉભો થાય. મોસાળ પક્ષ સાથેના વિવાદો ટાળવા. વિધાર્થીઓને નવી લાઇન લેવામાં પ્રોત્‍સાહન મલશે. ટેકનીકલ લાઇનોથી લાભ રહે. લવ મેરેજ થઇ શકે. હનુમાન ચાલીસાના પાઠ કરવા. દર્શન કરવાથી લાભ રહેશે. ગાયને ચોખાની ખીર ખવડાવવી બાળકોને ખીર આપવાથી પણ લાભ રહેશે.

 ધન (ભ.ફ.ધ.ઢ.)

 

રાહુ કેતુનું આ પરિવર્તન આપને માટે સુખદ રહેશે. આપના આત્‍મવિશ્વાસમાં વધારો કરાવશે અને હિંમત વધારનાર રહેશે, ઉતમ સમય જે આપની ઇચ્‍છા મુજબ આપને ફળ આપશે જેથી સારુ વિચારવાની અને સારી ઇચ્‍છા કરવાની સલાહ છે. કુદરતના કાર્યોને હિંમતભેર સ્‍વીકારવાની સલાહ છે. આવકમાં વૃધ્‍ધિ થવાની શકયતા છે. નવા જોખમો લેવા થી લાભ પરંતુ જોખમો સમજદારી પૂર્વક લેવા. જૂના સરકારી કાર્યોમાં સફળતા મળે. કોર્ટ કેસમાં ચુકાદો આપની  તરફેણમાં આવે જૂના મિત્રોની મુલાકાત થશે. પરિવાર સાથેના મતભેદો દુર થશે. બુધવારે તમારા હાથે ગાય ને ઘાસ આપવું સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા મલશે જમીન મકાનની ખરીદી શકય બને વેચાણમાં પણ સારો લાભ રહે.

મકર (ખ.જ)

 

આ સમય દરમ્‍યાન આપને જીભ અને ગુસ્‍સા પર કાબુ રાખવાની સલાહ છે. વિચાર વાયુના ઘોડાઓને કાબુમાં રાખીને કાર્ય કરવું. બુધ્‍ધિનો પ્રયોગ ખોટા કાર્યો અંગે ન થાય તેનું ધ્‍યાન રાખવું કાયદા મુજબ ના કાર્યો જ કરવા આ સમય નાણાકીય નુકશાન થાય તેવું બતાવે છે તો ખુબ જ ધ્‍યાન પૂર્વક નાણા ખર્ચ કરવા વ્‍યર્થ ખર્ચા ટાળવા સ્‍વાસ્‍થય બાબતે ગાફેલ ન થવું વાહન ધીમે થી ચલાવવું કોઇ પર વિશ્વાસ કરતા ૧૦૦ વખત વિચારવું ઘરમાં કિંમતી ચીજ વસ્‍તુઓ ખોવાઇ નહી તેનું ધ્‍યાન રાખવું નોકરી વ્‍યવસાયમાં નવા મિત્રો બનાવવાથી ચેતવું દરેક કાર્યો કાયદા મુજબ પોલીસી મુજબ જ કરવાની ખાસ સલાહ છે. બાળકો ને મીઠ્ઠી વસ્‍તુ આપવી કિડિયારુ પુરવું .

કુંભ રાશિ (ગ.શ.સ.)

 

 

આપની રાશિમાં ભ્રભણ કરનાર જે આપને માનસિક તનાવ  કરાવે પરંતુ મન અને વિચારોને કાબુમાં રાખવાથી શાંતિ મેળવશો. ઉતાવળા ગુસ્‍સા ભર્યા નિર્ણયો ન કરવા. આપને આપનો જીદ્દી સ્‍વભાવ ટાળવો. જીવન સાથીનો સહકાર સારો રહે તેમના વિચારોને માન આપવું મોજ શોખલકઝરી પ્રત્‍યે લગાવ થશે. વ્‍યર્થ ખર્ચમાં કાબુ રાખવો જેના લીધે નાણાંકીય તકલીફો ઉભી ન થાય તેનું ધ્‍યાન રાખવું. કર્જ લેવું કે દેવું બીલ્‍કુલ ટાળવું બાકી આપનો આ નિર્ણય લાઇફટાઇમ પરેશાન કરશે. આપને સ્‍વાસ્‍થ્‍યની કાળજી રાખવાની સલાહ છે. વડિલોની સલાહ ધ્‍યાનમાં લેવાથી તકલીફો ઓછી થાય. સંતાનો અંગે તેને લગતા નિર્ણય દલિલો ઉભી કરે તેથી ટાળવા જેથી પરિવારનો માહોલ તંગ ન બને, ગાયને બાજરાની રોટલી અને ગોળ આપવો. કાળા કપડા પહેરવાનું ટાળવું.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

 

 

આપને આ સમય સમજદારી અને જવાબદારી પૂર્વક પસાર કરવો, શાંત રહીને બધુ જ જોઇને જતુ કરવાની સલાહ છે. જે પણ આસપાસ બને છે તેના આધારે નિર્ણયો લેવાની ઉતાવળ ન કરવી.

આપને સામાજિક માન પ્રતિષ્‍ઠા જાળવવી સંઘર્ષ કરવો પડે. વિદેશ જવાથી લાભ રહેશે. વિદેશ રહેતા મિત્રોથી  પરિવારના વ્‍યકિતઓ લાભ રહેશે.

શેર સટ્ટામાં નુકશાન થવાની સંભાવના છે જેથી રીસ્‍ક એટલુ જ લેવું જે આપ સહન કરી શકો. ઉધારી કરીને રોકાણ કરવું નહી. નોકરી વ્‍યવસાયમાં પરિવર્તન થાય પણ બને ત્‍યાં સુધી ટાળવાથી લાભ રહેશે. વિજાતીય મિત્રતાના લીધે પરિવારમાં પ્રશ્‍નો ઉભા થાય. કોઇ પર વધુ પડતા વિશ્વાસથી દૂર રહેવું, રાત્રી ઉજાગરા ટાળવા, હિતશત્રુઓથી ચેતતું રહેવું વધુ પડતો આત્‍મવિશ્વાસ નુકશાન કરાવશે. 

 

 

 

જનરલ ફળાદેશ

* વિશ્વ યુધ્‍ધની શકયતા

* બેકારી વધી શકે છે

* માનવ સર્જીત કુદરતી આફતો

* ભુકંપ-સુનામી-વાવાઝોડાનાં યોગ બને છે

* અમેરિકાના પ્રમુખ ટ્રમ્‍પ માટે મુશ્‍કેલીઓવાળો સમય રહે.

* પાડોશી દેશોમાં સત્તા પરિવર્તન રેલ-હવાઇ દુર્ઘટના-આગના બનાવો અને લોકો અંધ શ્રધ્‍ધા અને ડીપ્રેશનનો ભોગ બને.

ફોરમ ગાંધી-મહેતા

ફો. ૯૩૭૪૮૧૬૯૭૭,

૭૮૭૮૧ ૭૮૭૮૩

(12:05 PM IST)