News of Wednesday, 4th June 2025
ગૃહકલેશના કારણે આત્મહત્યા કરવા જતી મહિલાને મેટોડા જીઆઇડીસી પોલીસે બચાવી

રાજકોટ તા. ૪ :.. ગૃહકલેકશના કારણે આત્મહત્યા કરવા જતી મહિલાને મેટોડા જીઆઇડીસી પોલીસે શોધી કાઢી બચાવી લીધી હતી.
મળતી વિગતો મુજબ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી સંગીતાબેન ડો-ઓ. દિનેશભાઇ મારૂ રહે. મેટોડા જીઆઇડીસી વાળી ઘરકંકાના કારણે કંટાળીને વહેલી સવારના પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હોય જેથી તેના પિતાએ ફોન કરતા પોતે આત્મહત્યા કરવા જાય છે. અને મને કોઇ શોધવા આવશો નહી તેમ જણાવતા મહિલાના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા તુરત જ સર્વેલન્સ સ્ટાફ તથા એ. એસ. આઇ. ભૂમિકાબેન પ્રદિપભાઇ વ્યાસનાઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મહિલાને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસની મદદથી રાજકોટ માધાપર ચોકડી પાસેથી શોધી કાઢી પોલીસ સ્ટેશન ખાતે લાવી ભવિષ્યમાં આવુ પગલુ ન ભરે અને મહામુલ્ય માનવ જિંદગીનું મહત્વ સમજી આત્મહત્યા જેવુ પગલુ ન ભરે તે માટે તેનું જરૂરી કાઉન્સીલીંગ કરી તેના પરીવાર સોંપી આપેલ છે.
આ કાર્યવાહી મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના વી એસ.એચ.શર્મા, પોલીસ ઇન્સપેક્ટર, એ.એસ.આઇ. ભુમીકાબેન પ્રદિપભાઇ, પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, અજયભાઇ લાલજીભાઇ, પો.કોન્સ રવુભાઇ ટપુભાઇ સહિતનાએ કરી હતી.
(12:07 PM IST)










