News of Thursday, 5th June 2025
‘તમારો કુતરો ઘરમાં રાખો કરડવાની બીક લાગે છે' કહેવા જતા હંસાબેનને પાડોશીએ મારમાર્યો
આણંદપર રંગીલા સોસાયટીમાં બનાવઃ ‘મારો પાળેલો કુતરો શેરીમાં બહાર રહેશે તમારાથી થાય તે કરી લેજો' કહી પાડોશી વિશે, મધુ અને પુજાએ ધોકાથી મારમાર્યોઃ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. પઃ નવાગામ આણંદપર રંગલા ઢોરા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી મહિલાએ ઘરની સામે પાડોશીને ‘તમારો પાળેલો કુતરો તમારા ઘરની અંદર રાખવાનું' કહેવા જતા પાડોશી પરિવારે ઝઘડો કરી મહિલાને લાકડાના ધોકાથી મારામારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નવાગામ રંગીલા ઢોરા ઉપર ઝુંપડપટ્ટીમાં રહેતા હંસાબેન પ્રહલાદભાઇ ચૌહાણ (ઉ.વ. પ૦) એ કુવાડવા રોડ પોલીસમાં પાડોશી વિરા ગોવાભાઇ ઉદેશ, તેની માતા મધુ ગોવાભાઇ ઉદેશ અને પત્ની પુજા વિરા ઉદેશ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. હંસાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા ઘરે હતી ત્યારે મારા ઘરની સામે રહેતો વિરા ઉદેશને મેં કહેલ કે ‘તમારો કુતરો તમારા ઘરે રાખો અમને આ તમારો પાળેલો કુતરો કરડવાની બીક લાગે છે' તેમ કહેતા વિરાએ મને કહેલ કે ‘તમારો પાળેલો કુતરો શેરીમાં બહાર રહેશે તમારાથી થાય તે કરી લેજો' તેમ કહી ગાળો આપતા મેં તેને ગાળો આપવાની ના પાડતા તેણે ઘરમાંથી લાકડાનો ધોકા લઇ આવી મને એક ઘા મારી દેતા માથામાં ઇજા કરી હતી ત્યાં તેની માતા મધુ અને પત્ની પુજાએ આવી મને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ. બી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
(2:11 PM IST)










