<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

કોરોના તમામ વોર્ડમાં ફેલાયોઃ ૭ નવા કેસ

કુલ કેસ ૬૮: રપ દર્દી સાજા થયાઃ ૪૩ હોમઆઇસોલેટ હેઠળ સારવારમાં

રાજકોટ તા. ૫: શહેરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જાય છે. છેલ્લા ૧૭ દિવસમાં આવેલા કોરોનાના કેસ પૈકી અમુક વોર્ડમાં કેસ જીરો હતાં તેમાં પણ હવે પગપેસારો કરતા તમામ વોર્ડ માંથી લોકલ સંક્રમણના લીધે કોરોનામાં સતત વધારો નોંધાયો છે. આજે એક મહિલા સહિત વધુ સાત નવા પોઝેટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૬૮ પર પહોંચ્‍યો છે. જે પૈકી ૨૫ દર્દી સાજા થતાં તેમને હોમ આઈસોલેટ માંથી મુક્‍તિ અપાઈ  છે. ત્‍યારે ૪૩ દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્‍ય વિભાગે જણાવ્‍યું હતું.

શહેરમાં બાકી રહી ગયેલા વોર્ડમાં પણ કોરોનાએ એન્‍ટ્રી કરી છે. આજે વધુ સાત નવા પોઝેટીવ કેસ નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. ૨ મારૂતી નગર પુરુષ ઉ.વ. ૮૩, વોર્ડ નં. ૧૧ અંબીકા ટાઉન શીપ મહિલા ઉ.વ.૬૩,વોર્ડ નં. ૯ ગણેશ પાર્ક પુરુષ ઉ.વ. ૩૫, વોર્ડ નં. ૩ સંતોષીનગર યુવાન ઉ.વ.૨૪, વોર્ડ નં. ૮ ભક્‍તિનગર સોસાયટી પુરુષ ઉ.વ. ૮૦ અને રાજહંશ સોસાયટી પુરુષ ઉ.વ. ૩૦ તથા વોર્ડ નં. ૨ માં રેસકોર્સ રોડ ઉપર પુરુષ ઉ.વ. ૪૫ સહિત સાત નવા કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓએ વેક્‍સિનેશનનો સંપૂર્ણ કોર્સ કરેલો હોવાનું તેમજ વોર્ડ નં. ૨ના પુરુષ દર્દીની ધરમપુર તથા વોર્ડ નં. ૧૧ના મહિલા દર્દીની નાથદ્વારા તથા વોર્ડ નં. ૮ ના પુરુષ દર્દીની રાજસ્‍થાન અને વોર્ડ નં. ૨ના પુરુષ દર્દીની ટ્રાવેલ્‍સ હિસ્‍ટ્રી અમદાવાદ આવી છે. હાલ તમામ દર્દીઓને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. અને તેમની સ્‍થિતિ સ્‍ટ્રેબલ હોવાનું આરોગ્‍ય વિભાગે જણાવ્‍યુ ંહતું. આજ સુધીમાં શહેરમાં ૬૮ કોરોનાના કેસ સામે ૨૫ દર્દી સાજા થયા છે. ૪૩ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

(4:01 PM IST)