News of Friday, 6th June 2025
આપણે જાણે અજાણે પ્રકૃતિને હાની પહોંચાડી રહયા છીએ
પ્રકૃતિને પ્રફુલીત કરી પ્રાણ પુરવા સમર્થન બનીએ

પર્યાવરણ શુભ દિવસે પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવા પ્રકૃતિના પાંચે તત્વોને ઓળખવા સુહુ સાથે મળી પ્રેરીત થઇ રહિએ.‘‘પાણીની સાથે છે જન્મ પાણી સાથે જ થાય મૃત્યુ, પાણી વગર રેલાય જાન, પાણી વગર જાય પ્રાણ'' પ- જુનના શુભ દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો. સહુ સાથે મળી શુભ સંકલ્પ કરી કલ્યાણની ભાવનાથી પ્રકૃતિની રક્ષા કરવા પૂર્ણપણે સફળ બનાવવા પ્રેરિત થઇ પ્રકૃતિને પ્રફુલ્લીત કરી પ્રાણ પુરવા સમર્થ બની રહીએ, ‘‘મનુષ્ય, પશુ , પક્ષી સહુની એક કહાની'', ‘‘જલ હૈ તો જીવન હૈં'', પાણીથી પ્રભુ રિઝાય, અમૃત પણ પાણીથી થાય.ઝેર પણ પાણીથી જાય, ઝાડ, પાન સહુ ઝુકી ગયા માણસ ઝુકતો નથી આજ કરી પ્રદુષણો લેતો પ્રાણ પશુ પક્ષી સહુની એક કરણી સહુ સાથે બેસી વાતો કરી વિચારી પ્રકૃતિ કેમ થઇ બિારી? ''
ભારતની પવિત્ર ભૂમિપર આદિ અનાદીકાળથી પ્રકૃતિના પા઼ચ તત્વોની પૂજા થતી આવે છે. આજે પણ ધાર્મિક કાર્ય કે શુભ પ્રસંગે પ્રકૃતિના પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી ની પૂજા પ્રથમ થાય છે. ધાર્મિક અને પન્સની દ્રષ્ટિએ પણ પ્રકૃતિનું સ્થાન પ્રથમ ગણવામાં આવે છે. કારણ કે પાંચ તત્વો મનુષ્યના શરીરમાં અને બાહ્ય પ્રકૃતિમાં સમાયેલ છે. જેના વગર જીવન શકય નથી, દરેક જીવ પ્રકૃતિ સાથે જોડાયેલ છે. ત્યારે તેનું રક્ષણ કરવું તે આપણી સહુની ફરજ અને ધર્મ છે શ્રીકૃષ્ણ ભગવાન પણ પ્રકૃતિના રક્ષક હતા જીવંત રહેવા પ્રકૃતિ પ્રાણ છે. કહેવાય છે કે ભગવાનમાં પણ પ્રકૃતિના દર્શન થાયછે. પાંચ તત્વો વગર સૃષ્ટિની કલ્પના શકય નથી. આજથી આપણે સહુ પુજામાં પ્રથમ સ્થાન પ્રકૃતિને આપવા પ્રયત્નશીલ ની રહીએ.
પાંચ તત્વો શરીર આત્મા અને સંસારિક જીવન જીવવા માટે પૃથ્વીના દરેક જીવો માટે વિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણકે ભગવાન શિવજીએ બ્રહ્માન્ડની ઉત્પતિ કરી ત્યારે પ્રથમ પાંચ તત્વો આકાશ,વાયુ,અગ્નિ, જલ, પૃથ્વી પંચ તત્વ થી જ સૃષ્ટિની રચના શકય છે. જેનું શાષાોમાં વર્ણન જોવા મળે છે. તો આ પૂજનીય તત્વોને શકય તેટલું સાંચવીએ ત્યારે જ સંપૂર્ણ ઇશ્વર ના સાચા ભકિત સેવક બની રહેશું.
ઇશ્વરે આપેલ પ્રકૃતિના તત્વોના રક્ષક બની ભાવી પેઢીને પણ પ્રદુષણોથી મુકત કરવા સફળ થઇએ આજની યુવા પેઢી મોબાઇલમાં મંજાઇ ગય છે. અને કુટુબો શહેરમાં વસીને ફલેટમાં ફિકસ થઇ ગયા છે. આપણો સંસ્કૃતિ વારસો નષ્ટ થતો જાય છે. સદ્દ નસીબે જુની પેઢી જીવંત છે. જેઓ જાગૃત થઇ પર્યાવરણ અને નવી પેઢીને બચાવવા સફળ પ્રયાસ કરીશુ તો હજુ પણ શકય છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી જરૂરી છે. પણ વિવેકથી ઉપયોગ કરીએ આપણે બધા જાણે અજાણે પર્યાવરણને હાની પહોંચાડી રહયા છીએ તો સહુના સહિયારા પ્રયાસથી શકય બનશે. પૃથ્વી પર મળેલ પ્રકૃતિના હકકદાર બની રહિશે.
માફ કરજો આવા શુભ દિવસની ઉજવણી ફકત સ્ટેજ શો કરીને શકય નથી દેખાડો કરી ફૂલ ઝાડના ફોટા બતાવી કેમેરામાં કંડારી રહેવાની જરૂર નથી લોકો સુધી જ્ઞાન આપી સંપૂર્ણ નિયમોનું પાલન પાલન થશે તો જ આપણે સહુએ ખોવાયેલી પ્રકૃતિની ઇશ્વરની સુંદર ભેટ અને ખોયેલા શ્વાસને સંપૂર્ણ શુધ્ધ અને સ્વચ્છ પર્યાવરણને પાછા પામવા દેશમાં ઉજવાય રહેલા આઝાદીના અમૃત મહોત્સવને ઉજવવા ભાગીદાર થઇને રહીએ પર્યાવરણ શુધ્ધ તો જીવન શુધ્ધ પર્યાવરણ ના રક્ષક બનીએ ભક્ષક નહી. આજના શુભદિને શુભ સંદેશ.
મૃદુલા ઍમ. ઠકકર
રાજકોટ
ફોન ૦૨૮૧-૨૨૨૪૮૨૮
(11:09 AM IST)










