<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

નવાગામ મામાવાડીમાં ગાયની ઢીંકથી વૃધ્‍ધ હીરાભાઇ મેવાડાનું મોત

બે દિવસની સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: નવાગામના મામાવાડી વિસ્‍તારમાં બે દિવસ પહેલા વૃધ્‍ધને ગાયે ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મામાવાડીમાં રહેતાં હીરાભાઇ રૂખડભાઇ મેવાડા (ઉ.વ.૯૦) પરમદિવસે રાતે પોતાના ઘર નજીક હતાં ત્‍યારે ગાયએ ઢીંક મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી અને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સારવાર કારગત ન નીવડતાં હીરાભાઇએ અંતિમ શ્વાસ લઇ લીધા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, શક્‍તિસિંહ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે કુવાડવા પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર હીરાભાઇ પાંચ ભાઇમાં ત્રીજા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. (૧૪.૮)

(12:46 PM IST)