News of Friday, 6th June 2025
ફૂડ શાખાનો સપાટો : ગોંડલ રોડ હાઇવે પરથી ૧ર૦ કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો
શિવ એન્ટરપ્રાઇસીસમાંથી અખાદ્ય ચીઝ મળતા નાશ : ઘીના બે નમૂના લેવાયા : શાષાી મેદાન હોકર્સ ઝોનના ૧૮ ધંધાર્થીને ત્યાં ચેકીંગ

રાજકોટ, તા. ૬ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રસુલ પરા શેરી નં.૦૩, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, રાજકોટ મુકામે આવેલ ૅશિવ એન્ટરપ્રાઇસીસૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ડુપ્લિકેટ ઘી નો મળી કુલ ૧૨૦ કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી (૧)શુધ્ધ ઘી (લુઝ) તથા (૨)Nataraj Pure Desi Buffello Ghee (From 15 Kg Pkd)' નમૂનાઓ લેવામાં આવેલ.
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના શાષાી મેદાન સામે હોકર્સ ઝોનવિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ભૂરાભાઈ ભૂંગળા બટેટાવાળા સહિતને ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
(2:50 PM IST)










