News of Saturday, 7th June 2025
બકરી ઇદની નમાઝના સ્થળે એ-ડિવીઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્તઃ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ રૂબરૂ પહોંચ્યા

રાજકોટઃ શહેરમાં આજે બકરી ઇદની ઉજવણી અંતર્ગત વહેલી સવારે ઢેબર રોડ વન-વેમાં આવેલી મસ્જીદ ખાતે ઇદની નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બીરાદરો ઉમટી પડયા હતાં. આ સ્થળે એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરી હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંદોબસ્ત સ્થળે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ પણ પહોંચ્યા હતાં અને જરૂરી સુચના આપી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)
(10:49 AM IST)










