News of Saturday, 7th June 2025
બેડી ચોકડી પાસે ટ્રેનની ઠોકરે ચડતાં અજાણ્યા પુરૂષનું મોત
વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૭: મોરબી રોડ બેડી ચોકડી નજીક રાત્રીના સમયે અજાણ્યા આશરે ૫૦ વર્ષના પુરૂષ ટ્રેનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ મથકના યોગેશભાઇ અને રાજાભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃતકે સફેદ બનીયાન અને કાળુ પેન્ટ પહરેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૯૮૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(2:29 PM IST)










