<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ભીમ અગીયારસનું મુહુર્ત સાચવતાં પત્તાપ્રેમીઓઃ ત્રણ દરોડામાં ૨૨ પકડાયા

ડીસીબીની ટીમે ભીચરી ગામે રાજકોટના શખ્‍સની વાડીના મકાનમાંથી ૯ને, થોરાળા પોલીસે થોરાળા રોડ અને અમુલ સર્કલ પાસેથી ૧૩ને જૂગાર રમતાં ઝડપી લીધા

રાજકોટ તા. ૭: શહેર પોલીસે અલગ અલગ સ્‍થળે જૂગારના ત્રણ દરોડા પાડી ૨૨ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં. ભીમ અગીયારસ નિમીતે જૂગાર રમવાની અમુક લોકો પ્રથા સમજતાં હોય પત્તા ટીચવા બેસી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચે ભીચરી અમરગઢ ગામ પાસે ભીચરી માતાના મંદિર નજીક વાડી ધરાવતાં રાજકોટના શખ્‍સના મકાનમાં દરોડો પાડી તેના સહિત ૯ને પકડી લીધા હતાં. જ્‍યારે થોરાળા પોલીસે નવા થોરાળા શાળા નંબર ૨૯ પાછળ આરાધના સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમતાં ૭ને અને બીજા દરોડામાં ભાવનગર રોડ નવા સેટેલાઇટ બસ સ્‍ટેશનની દિવાલ પાસે જાહેરમાં જૂગાર રમતાં ૬ને પકડી લીધા હતાં.

ક્રાઇમ બ્રાંચની ટીમ જૂગાર દારૂના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. પોપટભાઇ ગમારા અને કરણભાઇ કોઠીવાળને બાતમી મળી હતી કે ભીચરી અમરગઢ ગામ પાસે ભીચરી માતાજીના મંદિર નજીક વાડી ધરાવતાં રાહુલ ગોસ્‍વામીએ પોતાની વાડીના મકાનમાં માણસો ભેગા કરી જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ છે. બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં વાડીના રૂમમાં  વાડી માલિક સાહુલ કૈલાશગીરી ગોસ્‍વામી (રહે. પેડક રોડ શિવસૃષ્‍ટિ સોસાયટી-૨) તથા તેની સાથે રમેશગીરી પ્રશાંતગિરી ગોસ્‍વામી (પેડક રોડ ઇસ્‍ટલાઇફ એપાર્ટમેન્‍ટ-૯૦૩), દિપકગીરી જગદીશગીરી ગોસાઇ (રહે. મોરબી રોડ રામેશ્વર પાર્ક), ધીરજ તુલસીભાઇ ખુટ (રહે. મોરબી રોડ રામેશ્વર પાર્ક), શૈલેષ જગદીશગીરી ગોસાઇ (રહે. રામેશ્વર પાર્ક જુનો મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાછળ), નરેશપરી સુખદેવપરી ગોસ્‍વામી (રહે. શિવશક્‍તિ કોલોની-૧૧ યુનિવર્સિટી રોડ), સંજયપરી સુખદેવપરી ગોસ્‍વામી (રહે. શિવશક્‍તિ કોલોની), મહેશ બાબુભાઇ ખુંટ (રહે. સ્‍વામીના મંદિર પાસે ભીચરી) તથા વજુ ગેલાભાઇ ડાભી (રહે. પારેવાડા તા. રાજકોટ) જૂગાર રમતાં હોઇ પકડી લઇ રૂા. ૧૨૪૫૦ની રોકડ કબ્‍જે કરાઇ હતી. પીએસઆઇ એસ. વી. ચુડાસમા, વિજયભાઇ સોઢા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.

બીજા દરોડામાં થોરાળા પોલીસે નવા થોરાળા રોડ શાળા નં. ૨૯ પાછળ દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં આરાધના સોસાયટી થોરાળાના મન્‍સુરખાન યુસુફખાન મહેરવાણી, મોચીબજાર ખાટકીવાસના સલીમ ગફારભાઇ બાબીયા, ઢેબર કોલોનીના ઇમ્‍તિયાઝ હારૂનભાઇ ડબગર, ભગતવીપરાના સાહિલ રફીકભાઇ સોરા, ઢેબર કોલોનીના ઇરફાન રસુલભાઇ કારવા, ધરમનગર ક્‍વાર્ટરના અમીન ઉર્ફ મેમણ જહુરભાઇ શીશાંગીયા અને ભગવતીપરાના સાહિલ ઉર્ફ સોનો મજીદભાઇ સોરાને પકડી લઇ ગંજીપાના અને રોકડા ૧૫૭૦૦ કબ્‍જે લીધા હતાં. પીઆઇ વાઘેલાની રાહબરીમાં એએસઆઇ એમ. એ. સોલંકી, હેડકોન્‍સ. ઇમરાનભાઇ ચુડાસમા, ધર્મેન્‍દ્રભાઇ કુંચાલા, મહિલા હેડકોન્‍સ. કોકીલાબેન દાફડા, કોન્‍સ. ગભરૂભાઇ ટમટા સહિતે આ કામગીરી કરીહ તી.

જ્‍યારે ત્રીજા દરોડામાં થોરાળા પોલીસની ટીમે ભાવનગર રોડ અમુલ સર્કલ પાસે નવા સેટેલાઇટ બસ સ્‍ટેશનની દિવાલ પાસે ત્રાટકી ગંજીવાડાના ભરત જીણાભાઇ સરવૈયા, ભુપત જીણાભાઇ સરવૈયા, જગદીશ રઘુભાઇ કાલરીયા, ઉમેશ શામજીભાઇ સરવૈયા, કુંદન સાતભાઇ સાબરીયા અને આનંદ વિનોદભાઇ ડાભીને પકડી લઇ ગંજીપાના તથા રોકડા રૂા. ૧૨૩૫૦ કબ્‍જે કર્યા હતાં.  સંજયભાઇ ચોૈહાણ અને મયુરસિંહ રાઠોડની બાતમીથી એમ. એ. સોલંકી, હરપાલસ્‍ંિહ વાઘેલા, ધર્મેન્‍દ્રભાઇ, ઇમરાનભાઇ, ચેતનભાઇ, પ્રકાશભાઇ, ગભરૂભાઇ, નિતીનભાઇ, નીતાબેન, દિપાલીબેને આ કામગીરી કરી હતી.

(3:46 PM IST)