News of Monday, 9th June 2025
રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રો ટી ૨૦ લીગનો દબદબાભેર પ્રારંભઃ મનસુખભાઇ ઉપસ્થિતિ
સંગીતકાર સલીમ-સુલેમાનની જોડી અને જેકલીન ફર્નાન્ડીઝે કરી જમાવટઃ આજે બે મેચઃ દર્શકો માટે ફ્રી એન્ટ્રી

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સૌરાષ્ટ્ર પ્રો ટી૨૦ લીગ ૨૦૨૫નો પ્રારંભ થયો, જેમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. શ્રી મનસુખભાઈ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તેઓએ ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કર્યું.
શાનદાર મેગા કોન્સર્ટમાં સંગીતકાર જોડી સલીમ-સુલેમાન અને જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી જયદેવ શાહ દ્વારા સૌરાષ્ટ્ર પ્રો ટી૨૦ લીગના ચેરમેન શ્રી જયવીર શાહ અને અરિવા સ્પોર્ટ્સના સહપ્રસ્થાપક શ્રી રજનીશ ચોપરાની હાજરીમાં અભિનેત્રી જેકલીનનું સન્માન કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ શ્રી હિમાંશુ શાહ દ્વારા સંગીતમય જોડી સલીમ-સુલેમાનને તેમના ઉત્કળષ્ટ પ્રદર્શન બદલ અરિવા સ્પોર્ટ્સના સહપ્રસ્થાપક શ્રી ક્ષિતિજ ગુપ્તાની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી જયદેવ શાહે જણાવ્યું હતું કે, ક્રિકેટના જુસ્સા, ચાહકોની ઉર્જા અને ઉજવણીની ભાવના સાથે સ્ટેડિયમને જીવંત બનતું જોવું એ ખૂબ જ ગર્વની ક્ષણ હતી
આ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા હું શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા - સંસદસભ્ય, શ્રી રામભાઈ મોકરિયા - રાજ્યસભા સભ્ય, શ્રી કેસરીદેવસિંહ ઝાલા - રાજ્યસભા સભ્ય, મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા.
(4:00 PM IST)










