હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે.
આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી. ત્યારે રાજકોટમાં લોકમેળાના SOP વિવાદ વચ્ચે ઓલ ગુજરાત મેળા એસોસિએશને મેળા વેલફેર એસોસિએશને સરકાર સામે બાંયો ચડાવી હતી. જેમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશનના જણાવ્યા મુજબ ગુજરાતમાં જન્માષ્ટમીનો એક પણ મેળો યોજાશે નહીં. આ ફાઉન્ડેશનના મુદ્દે એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. જેમાં ખર્ચના કારણે ફાઉન્ડેશન શક્ય નથી અને રાઈડ્સનું બિલ માંગવામાં આવે છે તે અયોગ્ય હોઇ સરકાર SOP નહીં સુધારે તો રાજ્યના તમામ લોકમેળા રહેશે બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. રાઇડ્સ સંચાલકોએ SOPનું પાલન કરવું જ પડશે તેવી બેવડી નીતિના કારણે સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો અને આ વખતે લોકમેળાના આયોજન સમયે જ વિવાદ થયો છે.
જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટમાં વર્ષોથી યોજાય છે અને તેને લઈ રાઈડ સંચાલકો પણ રાઈડનું આયોજન કરતા હોય છે, ત્યારે મેળામાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેને લઈ રાઈડ સંચાલકો માટે કલેકટરે એસઓપી બહાર પાડી છે, રાઈડના સંચાલકોનું કહેવું છે કે, એસઓપી બહાર પાડો તેનો વાંધો નથી પણ તે એસઓપીમાં થોડી છૂટછાટ આપવી જોઈએ, તો કલેકટરના આ નિર્ણય સામે રાઈડ સંચાલકોમાં પણ નારાજગી જોવા મળી છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોડી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવી છે. ત્યારે રાઈડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતું એસઓપીને SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, 'રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM