તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
કોઠારીયા રોડ પર પ લાખની બાકી પ્રશ્ને મકાનનો કબજો લેતા મામલતદાર
નાગરીક બેંકને કબજો સોપાયોઃ બેંક સિકયુરાઇઝેશન એકટ હેઠળ કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦: રાજકોટ કલેકટર પ્રભવ જોશી માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -૧ શ્રી ચાંદની પરમાર ની અને મામલતદારશ્રી અજીતકુમાર જોષી ની સુચના બાદ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેશન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઈ ને રાજકોટ નાગરીક બેંકના અધિકળત અધિકારી ને કબજો સોંપવામાં આવ્યો.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા શ્રી ખોડુભાઇ નથુભાઇ ગઢવી(જામંગ) ને રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ રેવન્યુ સર્વે નં.-૨૪૯ પૈકી જમીન ચો.મી.૨૯.૭૫ ઉપર આવેલ રહેણાંક હેતુ માટેના કવાર્ટર નં.સી-૨૦૬ ‘આઈ મોગલ' જે મ્યુનિસિપલ હુડકોમાં આવેલ છે કે જે નામદાર સીનીયર સીવીલ જજશ્રી, રાજકોટની કોર્ટના સીવીલ મીસેલીયન્સ એપ્લીકેશન નં.૧૨૭/૨૦૦૦ તા.૧૬-૫-૨૦૦૦ મુજબની મિલ્ક્ત ઉપર કલેકટરશ્રી, રાજકોટ ના ઘી સિકયુરાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીય એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટરેસ્ટ એક્-૨૦૦૨ તળે સિકયોર્ડ એસેટ નો કબજો લેવા બાબત નો હુકમ નં. જે-એક્સ-સિકયુ. એક્ટ-કેસ નં. ૨૮/૨૦૧૦ તારીખઃ-૨૩/૦૯/૨૦૧૦ ના રોજ કરવામાં આવેલ હતો. તે મિલ્કત ઉપર રહેણાંક મકાન નો કબજો તા. ૧૦/૦૬/૨૦૨૫ ના રોજ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લીધો હતો.
તેના માટેની નોટિસ તા. ૨૯/૦૫/૨૦૨૫ એમ.બી.જાડેજા, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરી મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) ની સહી કરી બજવેલ હતી.
મિલકત ઉપર તા. ૩૧/૦૩/૨૦૧૦ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૪,૯૧,૯૩૭-૦૦ અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો
(4:12 PM IST)










