તા. ૩૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૦ રવિવાર
News of Tuesday, 10th June 2025
વોર્ડ નં. ૧ર ના વિવિધ વિસ્તાર ડામરથી મઢાશે
રામેશ્વર, ધનરાજપાર્ક, રૂપ રેસીડેન્સીનાં કામનો પરસોતમભાઇ રૂપાલાના હસ્તે પ્રારંભ

રાજકોટ, તા. ૯: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨ માં આવેલ રામેશ્વર સોસાયટી, ધનરાજ પાર્ક તેમજ રૂપ રેસીડેન્સીના રસ્તા પર ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ લોકસભા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ-૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ મેયર અને વોર્ડ નં.૧૨ કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટર મિતલબેન ચેતનભાઇ લાઠિયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ પ્રમુખ જયેશભાઈ પંડયા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ટીલવા, રાજકોટ શહેર મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા, વોર્ડ પૂર્વ પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર કિશાનમોરચા ઉપપ્રમુખ દશરથસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ એ. જા મોરચા મંત્રી રમેશભાઈ રાઠોડ, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સદસ્ય મનસુખભાઈ વેકરીયા, વોર્ડ અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, યોગરાજસિંહ જાડેજા, મહેશભાઈ અવાડિયા, કિશોરભાઈ પરમાર, પરેશભાઈ રાદડિયા, જયેશભાઈ ખૂટ, હંસાબેન ઘમ્મર, કંચનબેન મરડિયા, ગીતાબેન શિશાંગીયા, કમલેશભાઈ મેષવાણીયા, જીગ્નેશભાઈ લાઠિયા, રામભાઈ રામાનુજ, મનુભાઈ રાવત, જયેશભાઈ ઝાપડા, સ્થાનિકો જયેશભાઈ કપુરીયા, વિનુભાઈ પાનસુરીયા, સંદીપભાઈ દુધાત્રા, રમેશભાઈ, જીગ્નેશભાઈ, રાજુભાઈ ડઢાણીયા, કિશન મૂંગરા, તુષારભાઇ અજુડીયા, સવજીભાઈ દોંગા, હરેશભાઈ ચોવટિયા, જગદીશભાઈ શિંગાળા, રમેશભાઈ લકકડ, મહેશભાઈ સુખડીયા, પારસભાઈ વીરડીયા, વજુભાઈ સોરઠીયા, મહેશભાઈ ઠુમ્મર, દીપકભાઈ ચોવટિયા, યાજ્ઞિક વઘાસિયા, તુષારભાઇ ગજેરા, લાલજીભાઈ બૂસા, નિલેશભાઈ સાપરા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
વોર્ડ નં.૧૨ માં આવેલ રામેશ્વર સોસાયટી, ધનરાજ પાર્ક તેમજ રૂપ રેસીડેન્સીના રસ્તા પર ડામર કામ થવાથી આ વિસ્તારની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે
(2:46 PM IST)










