તા. ૩૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૦ રવિવાર
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અનોખી સિદ્ધિ : સવારે PHD પ્રવેશ પરીક્ષા યોજાઈ અને સાંજે જ પરિણામ જાહેર કરીને કિર્તીમાન સ્થાપિત : કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના સક્ષમ નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીની માઈક્રોપ્લાનિંગ ટીમ રંગ લાવી : સમગ્ર ગુજરાતમાંથી ૨૨ વિષયોમાં ૬૭૩ વિદ્યાર્થીઓ નોંધાયા, જેમાંથી ૫૨૫ પરીક્ષામાં હાજર રહ્યા : વિદ્યાર્થીઓને OMR શીટ પણ ઓનલાઈન જોઈ શકવાની નિષ્પક્ષ અને પારદર્શક વ્યવસ્થા6:25 PM IST
ઇઝરાયેલના વડાપ્રધાને ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રપતિ પાસે 'માફી'ની માંગણી કરી: બેન્જામિન નેતન્યાહુએ પોતાના પર લાગેલા લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપોમાંથી મુક્તિ મેળવવા માટે અંતિમ પાસા ફેંક્યા : તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે દેશના હિતમાં અને રાજકીય સ્થિરતા જાળવવા માટે તેમને માફી આપવામાં આવે:આ સમાચાર સામે આવતા જ ઇઝરાયેલમાં વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો છે11:37 PM IST
બ્રિટનમાં ભારતના ૩૦ વર્ષીય વિદ્યાર્થીની જાહેરમાં કરપીણ હત્યા: ૫ આરોપીઓની અટકાયત બાદ જામીન પર મુક્ત, મૃતદેહ ભારત લાવવા વિદેશ મંત્રીને અપીલ : મૃતક વિજય કુમાર અગાઉ ભારતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સમાં ઇન્સ્પેક્ટર તરીકે સરકારી નોકરી કરતા હતા: ઉચ્ચ અભ્યાસનું સપનું પૂરું કરવા માટે તેમણે આ વર્ષે જ પોતાની નોકરી છોડી બ્રિસ્ટલની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં અભ્યાસ માટે યુકે ગયા હતા11:07 PM IST
અમેરિકામાં શીત લહેરનો ખતરો : આગામી સપ્તાહે સંભવિત 'નોર’ઈસ્ટર' વાવાઝોડાને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ૫ ઇંચ સુધી હિમવર્ષાની આગાહી : મંગળવારે લોઅર હડસન વેલીમાં ૩ થી ૫ ઇંચ, જ્યારે નોર્થવેસ્ટ ન્યૂ જર્સીમાં ૧ થી ૩ ઇંચ બરફ પડવાની સંભાવના : ન્યૂયોર્ક શહેરમાં હળવા બરફવર્ષા બાદ વરસાદમાં પરિવર્તનની શક્યતા : આગામી સપ્તાહે ૨૩૫ મિલિયન અમેરિકનો પર પોલર વોર્ટેક્સનો કહેર વર્તાશે11:05 PM IST
વાવાઝોડું ‘દિત્વાહ’ અત્યારે રાત્રે ઢીલું પડ્યું: ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું: તમિલનાડુ અને પુડુચેરી પરથી મોટું સંકટ ટળ્યું, છતાં તિરુવલ્લુરમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી : સોમવાર સવાર સુધીમાં તોફાની પવનોનું જોર ધીમે ધીમે ઘટશે. પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને મહત્તમ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે10:50 PM IST
ભારતની સૌથી મોટી પૂર્વ સરહદ તૈનાતી: ચિકન નેક 'અભેદ્ય કિલ્લો' બનવા તૈયાર! : પૂર્વ સરહદ પર અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી વ્યૂહાત્મક લશ્કરી તૈનાતી શરૂ : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ચીન તરફના ઝુકાવને પગલે કાર્યવાહી: સિલિગુડી કોરિડોરની સુરક્ષા માટે ત્રણ નવા લશ્કરી સ્ટેશનો, હાઇ-ટેક સર્વેલન્સ અને રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સની તૈનાતી10:02 PM IST
અખિલેશ યાદવે પાર્ટી સાથે જોડાયેલા કલાકારોને આપી સખ્ત સૂચના: બિહાર જેવા માફિયા-શૈલીના ગીતો ન બનાવે, જેમાં 'રંગબાજી', 'દબંગાઈ', 'જાતિવાદ', 'લાઠી-ગોળી' જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય : તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં ગીતો તુરંત વાયરલ થવાની વાત કરી અને મીડિયાને કહ્યું કે આવા ગીતોને પાર્ટી સાથે ન જોડે. .10:14 PM IST
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની કાર્યવાહી : ઉત્તરાખંડના હલ્દવાનીથી મૌલાના આસીમ કાસમીની અટકાયત : પૂછપરછ બાદ મુક્ત કરાયા : NIA દ્વારા આરોપીને દિલ્હી લાવીને બ્લાસ્ટ અને જૈશ-એ-મોહમ્મદ સાથેના તેના કનેક્શન અંગે સઘન પૂછપરછ: નૈનીતાલ અને હલ્દવાનીથી અટકાયત કરાયેલા ત્રણ વ્યક્તિઓને પૂછપરછ બાદ મુક્ત કર્યા 9:05 PM IST
ચક્રવાત 'દિત્વા'નો કહેર: શ્રીલંકા બાદ તમિલનાડુમાં વિનાશક વરસાદ : ત્રણનાં મોત: કિનારા તરફનું જોખમ યથાવત : શ્રીલંકામાં ૨૦૦થી વધુ મૃત્યુ નોંધાયા બાદ 'દિત્વા' હવે ભારતીય દરિયાકાંઠાને ઘેરી રહ્યું છે: NDRF/SDRF ની ૩૮ ટીમો તૈનાત, માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ : ડેલ્ટા જિલ્લાઓમાં ૫૭,૦૦૦ હેક્ટર ખેતીની જમીનને અસર7:45 PM IST
સંસદમાં હંગામાના એંધાણ: 'જો SIR પર ચર્ચા નહીં થાય, તો ગૃહ નહીં ચાલે!' - સમાજવાદી પાર્ટીની સરકારને મોટી ચેતવણી : સપા નેતા રામ ગોપાલ યાદવે ચૂંટણી પંચને સરકારથી નાનું ગણાવ્યું: મતદાર યાદીમાં ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે શિયાળુ સત્રના પહેલા દિવસથી જ વિપક્ષ આક્રમક મૂડમાં, ગૃહનું કામકાજ ખોરવાવાની ભીતિ7:35 PM IST
ભારતમાં ઈલોન મસ્કની 'સ્ટારલિંક'ની એન્ટ્રીની તૈયારી: ૩૩,૦૦૦ રૂપિયામાં કિટ અને દર મહિને ૩,૦૦૦નું રિચાર્જ, ગામડાઓમાં હાઈસ્પીડ નેટ દોડશે: બે મહિનામાં સેવા શરૂ થવાની શક્યતા: ગ્રાહકોને ૧ મહિનો ફ્રી ટ્રાયલ મળશે : લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકારના ટેલિકોમ મંત્રાલય તરફથી લાયસન્સ મળી ગયું છે: સ્ટારલિંકનું ફોકસ ભારતના એવા દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારો પર રહેશે જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ કે ફાઈબર લાઈન પહોંચવી મુશ્કેલ છે5:30 PM IST
શિવસેનાના કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કે અન્યાય થયો તો અધિકારીઓએ સીધા મારી સામે આવવું પડશે: એકનાથ શિંદેની અધિકારીઓને ખુલ્લી ચેતવણી : શિંદેએ આક્રમક અંદાજમાં કહ્યું કે, "અધિકારીઓ કોઈ પણ ગેરકાયદેસર કામ ન કરે, ખોટી ફરિયાદો પર ધ્યાન ન આપે: જો કોઈ દબાણ લાવે તો ઝુકવાની જરૂર નથી: હું શાંત છું ત્યાં સુધી મને શાંત રહેવા દો: પણ જો કોઈ મને ઉશ્કેરશે તો હું તેને છોડીશ નહીં: દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો છું10:08 AM IST
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર પર કાયદાકીય સકંજો કસયો: સોનિયા અને રાહુલ ગાંધી સામે ગુનાહિત કાવતરાની નવી એફઆઇઆર દાખલ : દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કુલ ૮ લોકો સામે ગુનાહિત કાવતરાનો નવો કેસ નોંધ્યો:યંગ ઈન્ડિયન દ્વારા એસોસિયેટ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં છેતરપિંડી આચર્યાનો અને કરોડોની સંપત્તિ હડપ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે: રાજકીય વર્તુળોમાં ગરમાવો10:33 AM IST
શિવકુમારે પત્ની સાથે મંદિરમાં દર્શન કરી જૂના જેલના દિવસો યાદ કર્યા: કર્ણાટક કોંગ્રેસમાં 'ઓલ ઇઝ વેલ': સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ઘીના ઠામમાં ઘી, બ્રેકફાસ્ટ ડિપ્લોમસી કામ કરી ગઈ : ા. હાલમાં બંને નેતાઓ રાજ્યના વિકાસ અને પક્ષના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું નક્કી થયું છે4:32 PM IST
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કામગીરીના 'ટાર્ગેટ'ના પ્રેશરમાં વધુ એક બીએલઓ શિક્ષકે જીવ દીધો: સુસાઈડ નોટમાં લખ્યું - 'સાહેબ, માફ કરજો... રાત-દિવસ મહેનત છતાં હું ટાર્ગેટ પૂરો ન કરી શક્યો' : ત્રણ પાનાની હચમચાવી દેતી સુસાઈડ નોટ: જેમાં અધિકારીઓના દબાણ અને રાત-દિવસની મહેનત છતાં કામ પૂરું ન થવાની લાચારી વ્યક્ત કરી: એક હસતા-રમતા શિક્ષક અને ૪ દીકરીઓના પિતાએ માત્ર 'કામના ભારણ'ને કારણે જીવ ગુમાવ્યો: આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો3:34 PM IST
ભારતીય કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક હરણફાળ: અનાજ ઉત્પાદન ૩૫૭ મિલિયન ટનને પાર: ૧૦ વર્ષમાં ૧૦૦ મિલિયન ટનનો વિક્રમી વધારો: ભારતે અનાજ ઉત્પાદનમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે: નરેન્દ્રભાઈ : એક સમયે અનાજની અછતનો સામનો કરનાર ભારત આજે વિશ્વના અનેક દેશોની અન્ન સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે: ઐતિહાસિક સિદ્ધિ બદલ નરેન્દ્રભાઈએ દેશના તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા: ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ આહ્વાન કર્યું11:32 AM IST
ચૂંટણી પંચનો મોટો નિર્ણય : લોકશાહીના પાયાને મજબૂત કરવા 'બૂથ લેવલ ઓફિસર્સ' (BLOs) ના વાર્ષિક મહેનતાણામાં સીધો બમણો વધારો : BLOs નો વાર્ષિક પગાર ₹૬,૦૦૦ થી વધારીને ₹૧૨,૦૦૦ કરાયો : BLO સુપરવાઇઝર્સના વેતનમાં ₹૬,૦૦૦ નો વધારો : EROs અને AEROs માટે પ્રથમવાર માનદ વેતન જાહેર : ચૂંટણી કર્મીઓના પડકારજનક કાર્યને પૂરતું વળતર આપવા કમિશન પ્રતિબદ્ધ10:51 PM IST
ઓપરેશન સિંદૂરની અસર: પાકિસ્તાને ૭૨ આતંકી ઠેકાણાં સરહદથી દૂર ઊંડા વિસ્તારોમાં ખસેડ્યા; બીએસએફ 'ઓપરેશન સિંદૂર ૨.૦' માટે તૈયાર: ડીઆઈજી વિક્રમ કુંવર : સિયાલકોટ અને ઝફરવાલના ઊંડા વિસ્તારોમાં ૧૨ લોન્ચપેડ્સ કાર્યરત: ૬૦ લોન્ચપેડ્સ સરહદથી ઘણા દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા: આ લોન્ચપેડ્સ ત્યારે સક્રિય થાય છે જ્યારે આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની હોય11:12 PM IST
સુપ્રીમ કોર્ટમાં વર્ષો જૂની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જીકલ સ્ટ્રાઈક: ક્રાંતિકારી ફેરફારો: સીજેઆઇ સૂર્યકાંતનો ઐતિહાસિક નિર્ણય: ૧ ડિસેમ્બરથી સીનિયર વકીલો કેસ મેન્શન નહીં કરી શકે: જામીન માટે હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે : સામાન્ય અરજદારો માટે ન્યાયના દ્વાર વિસ્તૃત કર્યા: ૧ ડિસેમ્બર ૨૦૨૫થી લાગુ પડતા નવા ૪ પરિપત્રો મુજબ સુપ્રીમ કોર્ટમાંથી ‘તારીખ પે તારીખ’ અને મોટા વકીલોના પ્રભાવવાળી ‘વીઆઈપી સંસ્કૃતિ’નો અંત લાવવામાં આવ્યો: હવે જામીન, તોડફોડ કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસોમાં વકીલોએ કોર્ટમાં વિનંતી કરવી નહીં પડે: સીજેઆઈના આ નિર્ણયથી હવે સુપ્રીમ કોર્ટમાં સીનિયર અને જ્યુનિયર વકીલો સમાન સ્તરે આવી ગયા: ન્યાયાધીશોની નિમણૂક કરતી ‘કોલેજિયમ સિસ્ટમ્સ’ બદલવાના પણ સંકેત: રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ (એનજેએસી) ને ફરીથી લાગુ કરવા અને ૨૦૧૫ ના ચુકાદા પર ફેરવિચારણા કરવાન સંકેત આપ્યા12:30 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 15 મહિનાના બાળક ઉપર અત્યંત જટીલ ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરાઇ : 15 મહિના પછી પહેલીવાર હિમાંક્ષને મોંઢેથી ખોરાક લેતા જોઈને માતા બન્યાં ભાવુક : જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર હતું બાળક, સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ ભર્યો જીવનમાં ‘સ્વાદ’5:09 PM IST
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST
પ્રેમસંબંધનો કરુણ અંજામ!!મોરબીમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીનું પણ પોલીસ કસ્ટડીમાં હાર્ટએટેકથી મોત. : લિવ ઈન રિલેશનમાં રહેતા પ્રેમીયુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત: મધ્યપ્રદેશનું પ્રેમી યુગલ ત્રણ મહિના પહેલા મોરબી આવ્યું હતું : ઝઘડાને કારણે પ્રેમીએ પ્રેમિકાને પટ્ટા અને લાકડીથી મારી પતાવી દીધી, બાદમાં તેનું પણ મોત નીપજ્યું.10:21 PM IST
જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો અને વિસાવદર, ભેસાણ, કેશોદ, વંથલી, માણાવદર, મેંદરડા-માળીયા હાટીના, માંગરોળ સહિતની તાલુકા પંચાયતોની બેઠકોનુ નવું રોટેશન જાહેર થતાં ધુરંધરોનાં રાજકીય ગણિત અધ્ધરતાલ : અવનવા તર્ક વિતર્ક : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકો સાથે નવા રોટેશન મુજબ ચૂંટણી થશે5:07 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





















































































































































